પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૭
પ્રતીતિ અંગ


ષ્ટમહાસિદ્ધિ ઇશ્વરને વિષે, તેને વેદ માયા કરી લખે;
તેની કણ્યકા તે આ જીવ, તો સિદ્ધિસહિત કેમ થાએ શિવ;
લોકપતિ જે તે સિધ્યવડે, અખા અનુભવને કાંઇ ન અડે. ૨૫૦

મુળગો અહંરોગ નહિ ટળ્યો, તેમાં સિદ્ધિરૂપી ભરમજ ભળ્યો;
જેમ પેલો ઘેલો હોય બુધ્યવિષે, વળી વ્યસને લાગ્યો માદકભખે;
અખા અહંકારને ટાળી જોય, તું ન રહે તો સિદ્ધિસાથે સિદ મો‘ય. ૨૫૧

પોત ન લહ્યું પછે પોતે થયા, ઉત્તમ મધ્યમ વ્યસને વહ્યા;
માયાકૃતનો નાવે અંત, માને નહિ તો જો વેદાંત;
અખા ઉપનું ન માને આધ, ક્રયવિક્રય વિના શી વ્રધ્ય. ૨૫૨

પ્રપંચ પ્રીછી જોયો ખરો, નહિ ઉપજ ને નહિ તો વરો;
જ્યાથું ઉપનું ત્યાં નવ ઘટે, શઢ વળે જ્યાં જઇ આવટે;
જાતું મરતું દીસે ખરૂં, અંતે અખા ભર્યાનું ભર્‍યું. ૨૫૩

જેમ દુધે ફીણ ફિસોટા થાય, તોલ ન વધે આકાશ રૂંધાય;
જેમ અગ્નિયોગે જળ ઉભરે, તેમ તત્વે તત્વ જગત અવતરે;
વકર્યા તત્વ ધરે રૂપ નામ, અખા ઉત્પત લે ઠામનું ઠામ. ૨૫૪

પંચતણાં પચવિશે તત્વ, વાસનાલિંગ તે તેનું સત્વ;
ભૂત ભૂત પ્રત્યે વિચરે, અને મૃત્યુ નામ પરપોટો મરે;
ભૂતકલ્લોલ સદા સર્વદા, ચિદ્વિલાસ અખા મન મુદા. ૨૫૫

લનવલન તે ચેતનતણી, પંચરૂપે આપે થયો ધણી;
આપ આપમાંહી વિસ્તર્યું, ન કર્યા સરખું તે ત્યાં કર્યું;
જેમ છે તેમનું તેમ છે જાણ, સમજે સાન અખા નિર્વાણ. ૨૫૬

પ્રતીતિ અંગ

રિ પામવા સૌ તપ કરે, અખો હરિમાં મેળે ફરે
મારે સમરસ શેજ સંયોગ, સાવ સ્વતંતર પામ્યો ભોગ
જેમ ભરસાગરે તીમિંગલ રમે, હું હરિમાં તો દેહ કોણ દમે. ૨૫૭


પેરેપેરે મેં જોયું મથી, જે હરિવિના પદારથ નથી
તો આઠ વેંતનો હું જે ઘડ્યો, તે તે ક્યાં અળગો જઇ પડ્યો
એમ જોતાં હરિ લાગ્યો હાથ, ટળ્યો અખો ને એ રહી આથ્ય. ૨૫૮