પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧
જડભક્તિ અંગ

રિ મળે જન સબરસ થાય, જે અળગો તે લેવા જાય;
કાંઈ તરે શું કહેતું ફરે, કોને વ્યંડળ કેને વરે;
દ્વૈત નહીં ત્યાં રીત જ કશી. એમ અખા જોજો અભાસી. ૨૮૯

રતા કોણ ને સાધન કશું, સુણિ માની મન કરવા ધસ્યું;
વાતે વાતે વાધ્યો વિસ્તાર, જેમ ધુમાડો થયો નવસાર,
અખા વિચારી જોતાં ફોક, જેમ ઊંડો કુવો ને ફાટી બોખ. ૨૯૦

ઉંઘ્યો કહે ઉંઘ્યો સાંભળે, તેણે જડપણું બેનું નવ ટળે;
જેમ ચિત્રામણના દીવા વળે, કેમ રાત અંધાની દૃષ્ટે પડે;
શું સાંભળે ને અખો શું કહે, જો માયા લાલચથી બીહે. ૨૯૧

પ્રપંચ પારે રહે છે રામ, સદા સર્વદા ન્યારું ધામ;
તેવડે ચાલે આ સંસાર, આગમાપાઇ તે નીરધાર;
અખે રામ ઓળખિયો તેહ, ઉદર આભ્યંતર નાવે જેહ. ૨૯૨

બ્દજાળ કર્મના ગ્રંથ, એમાં સાર ન લાધે અંતર;
સાચું સાધન જે કો કેરો, વાગવિલાસ સકળ પરહરો;
શબ્દાતીતને જાણે જેહ, અખા સાચું સાધન એહ. ૨૯૩

સાચું સાધન શુદ્ધ વિચાર, જે હું મારાને કાઢે પાર;
એ મૂકી અન્ય સાધન કરે, જેમ ભ્રમરોગી વિજ્યા વાવરે;
નિજ આત્મ જાણ્યા વિના ભર્મ, અખા નહિ છૂટે કર્તા કર્મ ૨૯૪

બ્દ જાળ માયાનું કુંડ, ત્યાં નર પડે મતિ મૂઢ;
શણગારી વાણી સૌ ગાય, મોહ્ય જીવ સાંભળવા જાય;
અખા શું વાંચ્યું સમજ્યો કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ૨૯૫

જ્ઞાની ને ઉંટ બચકું, ઝીલ્યું મૂકે નહિ મુખ થકું;
અખા અણજાણ્યે પેઠું કાન, ચાલ્યો પંથ દર્શન તે માન;
કેને કર્તા ન જાણ્યો જડે, વઢે ઢીક ને કટારી વડે. ૨૯૬

ણે ગણે શી સાધી વાત, અવળાં પડ વળ્યાં વળી સાત;
ઊંચ નીચ હૃદિયામાં હતાં, અખા થાપીને કીધાં છતાં;
પાંડિત્ય કરતાં લાગું પાપ, પાઈ દૂધ ઉછેર્યો સાપ. ૨૯૭

શું સમજ્યો ગુરુ શરણે જઇ, જો ભ્રાંત છોત્ય ઘર વાંસે રહી;
અજ્ઞાન તો રંચે નવ ગયું, વાધ્યો ભર્મ એ અદકું થયું;
અખા હલાવ્યો ઠાલો હળ્યો, એ સગુરાથે નગુરો ભલો. ૨૯૮