પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮
અખો


દોષ દૃષ્ટિ દુર્મતિ નવ ટળી, તો શું સાધ્યું કથા સાંભળી;
ગુરુવચન પાળે તે સંત, ઘાટ ઘણેરા કાઢે દંત;
કહે અખો હરિની નહિ મયા, સાંભળીને સામા શઠ થયા. ૩૫૯

ક સુકું જ્ઞાન કથે દામણા, તે હરિ ફળ પામે વામણા;
પાપપુન્યના ભેદ અમો લહ્યા, જે હતું તે સમજી રહ્યા;
કહે આપે મુકે વાધે માન, અખા એહ તે સુકું જ્ઞાન. ૩૬૦

સુકું જ્ઞાન ને વ્યંડળ મૂછ, કરપી ધન કુતરાંનું પૂછ;
એ ચારેથી અર્થ ન થાય, સામું એબ ઉઘાડે કાય;
અખા અમલવિન હાકમ જસે, કથ્યું જ્ઞાન પણ હરિ નવ વસે. ૩૬૧

જ્ઞાનીનાં નોય ટોળાં ટોળ, મુક્તા નોય સર્વ ગજકપોલ;
શબ્દવેધિ જોધા કોય તંત, શંખ સકળ નોય દક્ષણાવંત (જમણેરી શંખ);
બહુમાં નિપજે કો એક જન, બાકી અખા રમાડે મન. ૩૬૨

વિભ્રમ અંગ

કોને ક્યાં થઇ બેશે જંત, જોતાં સૌનો આઘે અંત;
જેનું જેનું વાંછે શરણ, તે ત્યાં સાધળા પામે મરણ;
જેમ નાળગોળે તુંબડી આડ્ય, એમ ન ભાંગે મનની જાડ્ય. ૩૬૩

ત્યારે મન પામ્યું નિજ ભાન, જ્યારે થઇ રહ્યું સર્વ સમાન;
સત્ય પુરી મધ્ય મારું આડ્ય, સર્વ સરખું જ્યારે ભાંગી જાડ્ય;
જેમાં કરી ક્વાથ રોગીને વિષે, અખા અરોગી સર્વે ભખે. ૩૬૪
 
હોંશે જીવ કર્માધીન થાય, વ્યાસને વ્યાસની માદક ખાય;
પોતે જોતાં પૂરણ બ્રહ્મ, ભાત્યે જોતાં સર્વે ચર્મ  ;
ચૌદે લોકા આખા એક ઠાઠ, ત્યાં ઉંચ નીકે તે મનનો ઘાટ. ૩૬૫

ખા શોધીને શાલ બેસાડ્ય, સદગુરુ સંગે જાઇશ પાર;
ઇંદ્રિય ગ્રાહ્ય પરમેશ્વર નથી, ભરમે કોઇ ના મારશો મથી;
દ્રષ્ટ પદારથ માણયે સિંધે, તારો સંકલ્પ જાણ તે વિધે. ૩૬૬
 
સ્વયં પરમેશ્વર વ્યાપી રહ્યો, અનામત કોટિ રૂપે એક થયો;
જેમાં જાર છોડ સહિત પનોઢ્યમ તેમ એક બ્રહ્મ સઘળે આઠોઠ્ય;
એમાં જોતાં તું બીજો નથી, ફોકટ આખા તું ન મરીશ મથી. ૩૬૭
 
મૂળ ડાળ પત્ર ફલ ફૂલ, સુવર્ણ ઝાડ જેમ એક જ મૂલ;
રૂપ રંગ શોભા એકાંત, તેમાં બીજું દેખે ભ્રાંત;
અન્ય નથી આખા કો કાળ, આપ આદે ડઇ એવું ભાળ્ય. ૩૬૮