પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૦
અખો


ર્વે સુખની સીમા જ્ઞાન, જે સકલ તેજનું આપે ભાન;
રવિ રથ બેઠે જે નર પૂરે, તેને વ્તિમિર કેમ આવરે;
લક્ષાલક્ષ વિના જે લક્ષ , અખા ના મળે પક્ષાપક્ષ. ૩૮૦

જીવતણી છે અવળી સૂજ, ધાય ધૂપે કો પાટલ પૂજ
બાહ્ય કર્મ કરતાં ઘુંચાઇ, મતદર્શનના મળ બંધાઈ;
અખા જાઓ ચે અહંતા કાટ, ત્યાં ભીડ્યાં ચે કર્મકપાટ. ૩૮૧

ટ્દર્શના કરતા વિખવાદ, મધ્ય માયા પોષે સ્વાદ;
દાન દયા શીળ કહેતા જાય, મંત્ર જાપ તીરથ મહિમાય;
અખા બાળકની પેરે થયું, બોરાં સાથે ઘરેણું ગયું. ૩૮૨

રાબા થયો જીવ વ્યસને કરી, કર્મા વોર્યા ને ખોયા હરિ;
આગલ્યા ભવનેસારુ કરે, ધન તના મના ત્યાં બહુ વાવરે;
મને જાણે એ હરિ ભજન, વાઘે વેળ અખા એ અવતરણ. ૩૮૩

તિ જુની મહા મોહની જાળ, કંઠે પડ્યાં થયા બહુ કાળ;
અળગાં ઉપાસના અળગા દેવ, કરી હિમ્મત બાંધે અહમેવ;
અખા એહ મોટો ઉત્પાત, ઘણા પરમેશ્વર ક્યાંની વાત. ૩૮૪

સાર હતું તે ક્યાંય રહ્યું, વ્યસની મન ક્યાંયે વહી ગયું;
ચોર બોલાવ્યા સાથે ઘણાં, તે ઠગતા જાય થઈ આપણા;
પરબ્રહ્મ મૂળગું ઘર અખા, કેમા પામે જેને એવા સખા. ૩૮૫

કોય કહે મોટો શિવદેવ, કોય કહે વિષ્ણુ મોટો અહમેવ;
કોય કહે આદ્ય ભવાની સદા, બુધા કલ્કીના કરે વાયદા;
જૈના કર્મની સદા દે શીખ, યવના માને કલમે શરીફ;
અખા સૌ બાંધે બાકરી, ક્યાંયા યા જુવે હરિ પાછો ફરી ૩૮૬

ણા શબ્દા પડ્યા જે કાન, તેને તેનું લાગ્યું ધ્યાન;
કોય મુશળ પરવાહે વહ્યા, કોઈ શબ્દને ગ્રાહે ગ્રહ્યા;
એમા ગોથાં ખાતો સંસાર, અખા વિના વસ્તુ વિચાર. ૩૮૭

લોક ચૌદ ચૈતનનો ઠાઠ, નિપજતાં જાય ઘાટે ઘાટ;
સુરા અસુરા પશુ નર નાગ, સેજે પડતા જાએ ભાગ;
પિંડ પહેલો ત્યાં નોતો જીવ, અખા પરવા ચે એમ જ સદૈવ. ૩૮૮