પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૨
અખો


તુરા તે જે ચતુરાઇ વમે, વર્ત્તન માત્ર જગમાં રમે;
લક્ષ સદા રહે ત્રિગુણાતીત, વહ્નિને લાગે નહીં શીત;
ભવજલથી કોરો નીસરે, અખા એવો ચતુર તે તરે. ૩૯૯

ખા રામ સ્વતંતર ભાળ્ય, જેણે જાય સર્વ જંજાળ;
ઉંઠ હાથનું ગણતાં આપ, તે નર જાણે નહીં અમાપ;
ઉત્પત્તિ લય કેવા માત્ર, રામરસે ભરવાનું પાત્ર. ૪૦૦
 
તે તારની વિદ્યા સરે, સામે પ્રવાહે જે કોય તરે;
કર્મા ધર્મનો વહે ચે પ્રભા, તેમાં તણાતા ઠોકે સહુ ખભા;
અખા જે બ્રહ્મ સામો જાય, તેવા ભક્તા ને ગીતા ગાય. ૪૦૧

રબ્રહ્મ પ્રાય પોતામાં વસે, સદ્ગુરુ ગમે તે જો અભ્યસે;
ત્રાંબા પીતળ નિપજે ઘાત, પ્રાયઃ ચે સુવર્ણની જાત;
કાષ્ઠ પાષાણ ના થયે હેમ, અખા જ્ઞાનવણ બેજું તેમ.૪૦૨

તું તીરથ કાં સામું જુવે, કાં પોતાને પ્રતિબિંબે રુવે;
એવી બુધ જેણે આદરી, તેને આપથી બીજો કીધ હરિ;
તું કલ્પદ્રુમ કાં કલ્પી રમે, અખા એમ પ્રીછે અર્થ શમે. ૪૦૩

આત્મા અંગ

ન તીરથ તું આતમ દેવ, સઅદા સનાતન જાણે ભેવ;
અડસઠનું અધિદૈવત સદા, તે જાણે ટલે કોટી આપદા;
તીરથ માર્જન કીધું અખે, જન્મ મરણ નહીં તેને વિષે. ૪૦૪

મલો છે જોજો જગદીશ, તું પડછંદો ને તે ઇશ;
ઉલટ ભેદ પામે આરામ, જો તારું મૂળગું નિજ ધામ;
અખા અક્ષર તું ક્ષર નોય, પ્રતીત તુંને જો તારી હોય. ૪૦૫

સુધું કહેતાં ન માનો દુઃખ, વહેતે જળે ન દીસે મુખ;
ઠેકાને ભાસે જેવું યથા, વણ ઠેરાણે પામ્યો વ્યથા;
જ્ઞાન એક સઘળે પિંડ વસે, અખા કૃત્યની પૂજા હશે. ૪૦૬

હંમાયા બહુ રૂપે કરી, આપોપે સહુએ આદરી;
કાય કહે દેખું પછરંગ, કોય્ શેષશાયી દેખે સુચંગ;
કોને મુક્તાફળ દૃષ્ટે પડે કોય કે મારે જ્યોતિ ઝળહળે;
મનના મત સર્વે આદર્યા, અખેપદથી સઘળા ખર્યા. ૪૦૭