પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૫
વેષવિચાર અંગ

છાયા તરુએ તરુ નવ ફરે, તેમ બ્રહ્મવેત્તા કાંઇએ નવ કરે,
કૃત્ય એક નોહે તે વિષે, અચિંત તરુ કેરાં ફળ ભખે;
નિજપદ બેઠો રહે તે વીર, નિત્યાનંદ અખા છે ધીર. ૪૨૮

જેમ કલ્પદ્રુમથી રિધ નીપજે, પોતે કાંઇ ભજે નવ તજે;
સામાનો સંકલ્પ જ ફળે, પોતાનો અનુભવ ના ચળે;
વિદેહી તણી હોય એવી રીત, ગ્રહે અખા જો ઇચ્છે જીત. ૪૨૯

બ્રહ્મરસ જેને ઘટ ઠરે, તે ત્રિલોકની સ્થિતિ નવ કરે;
નવ દીસે તેને પદ રહે, દીસે તેને જાણી ખહે;
થાતાં પહેલો જેવો હતો, તે એવો અખા છે છતો. ૪૩૦

ધ્યાતા ને ધ્યેય જો બે રહેય, તો કૃત્ય ન ખૂટે ન ટળે ભેય;
ધ્યાતા ધ્યેયમ જ્યારે થાય, તેઓ દ્વૈત ઉપાધિ સર્વે રહી જાય;
કઠે રહે સ્વરૂપ જ વિષે, તો જ્ઞાનવંત અખા વેદ લખે. ૪૩૧

વેષવિચાર અંગ

ર્શન વેષતણી કહું વાત, પંથપુરાતના સઘળી ઘાત;
સ્વેચ્છાએ અવધૂત જ રહ્યા, પચે ચાલ્યા આવ્યા ક્યાં તે ગ્રહ્યા;
શિવે વેષ ધર્યો અભિનવો,એ પહેલો અખા કેણે અનુભવ્યો. ૪૩૨

રાજવેષ ધરે નોય રાજ, પંથ રહે કાંઇ ના સરે કાજ;
અંત કારણ એનું કાંઇ નથી, નિર્દાવે વર્તે તે જતી;
સેજ માંહે મહા પુરુષ જ રહે, બાહ્ય દ્રષ્ટિ અખા વેષને ગ્રહે. ૪૩૩

શેષ શંકર મુનિ જે પદ રમે, પે પદા પ્રીચ અખા કાં ભ્રમે;
શુક મોટા કહાવ્યા જે વડે, રખે કુબુધ તુંને આશા નડે;
જ્ઞાના ભ્રષ્ટ તે આશા કરે, સત્ત્વ છાંડી અખો નહીં ગૃહે; ૪૩૪

જીવા કલંક અખા ટાળે ટળે, આશાએ જીવા ભ્રમામાં ભળેલ
આશાવાના તણું નામ જીવ, પદ નિરાશ બેઠો તે શિવ;
મર્કટ મન તે આશા લગે, જોય વિચારે અખા તું વગે. ૪૩૫

જ્ક્તનામ જગદીશજનતણું, જોયામં કારના ચે ઘણું;
ચિત્ત સહિત જોતાં તો જક્ત, ચિત્તા રહિત ચે હરે છે અવ્યક્ત;
શાર્દૂલસુત માતાને મળે, અન્ય અખા રિપુ જાણી પળે. ૪૩૬

મોટું વૈગુન્ય ચિત્તનું પડ્યું, વસ્તુ વિષે દ્વૈત પડ ચડ્યું;
પડે ભાત નાનાવિધતણી, ચિત્તા ઉપાધ્ય વાધી અંત્ય ઘણી;
માદક પુરુષ્નેઘેલો કરે; સ્વસ્વરૂપ અખા તેને વીસરે. ૪૩૭