પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૬
અખો


ચિત્ત સમતે નિશ્ચળ મન થાય, નિશ્ચળ મન તે શિવા સદાય;
શિવા તણે પદ દ્વૈત જ નથી, ચિત્ત ઉપાધિ વાધી અણછતી;
ચિત્ત કલ્પિતા અખા અવતાર, એ સત્શાસ્ત્ર જાણો નિર્ધાર. ૪૩૮

વિષય માદક પુરુષે ભક્ષ કર્યો, ત્યારે બુધ નેત્રે ભર્મ જ સ્ફુર્યો;
ભ્રમા પડતે હરિ દૃષ્ટિ ગઈ, નેત્રે માયા આવી રહી;
માયા બળ છે અખા પ્રચંડ, તેનાં દર્શના છનું પાખંડ. ૪૩૯

ર્વ વિકાર એ મનનો જાણ, ચોર્યાશી લક્ષ્ને ચારે ખાણ;
દ્રષ્ટ પદારથ ચિત્તનો ઘડ્યો, ચિત્તવત એને ચિત્તસું જડ્યો;
ચિત્તરૂપી રોગા મનને થયો, અખા આપોપું ભૂલી ગયો. ૪૪૦

હેલું મન તે સામું ધસ્યું, જૈ માયા કેરે ચિત્ત વસ્યું;
માયા તણો ત્યાં બહુ વિસ્તાર, હરિને પરઠવા દશ અવતાર;
ચિત્તા અંગી કરતે ભ્રષ્ટ થયો, અખા દોષ હરિનો ગ્રહ્યો. ૪૪૧

ખિલ બ્રહ્માનો શું અવતાર, ચિત્ત ઉપાધિતનો વિસ્તાર;
કહી જાય તો ફરી અવતરે, વણ સમજે દોસ સ્થાપન કરે;
ચિદ અર્ણવ સદા ભરપૂર, અખા ઉત્પત્ય લ્કયા લહેરે પૂર. ૪૪૨

ચિદાનંદા કેરાં સુ રૂપ, દ્રષ્ટ પદારથે આપે ભૂપ;
અખિલા ભુવનમાં રહ્યો પઅરવરી, નિત્યાનંદ આપે કરે હરી;
સદા સર્વદા છે અવિનાશ, અખા નિરંતર સર્વાવાસ. ૪૪૩

ના વિચારે વિશ્વનું ભાન, જ્યાં લગે નવ કાઢ્યું માન;
વસ્તુ વિચારે વિશ્વ જ નથી, હરિને કર્તા કહું શ્યાવતી;
હરિ કર્તાને કહો શ્યાતણો, જો કલ્પિત ભ્રમ અખા આપણો. ૪૪૪

ગુરુ મારે એમા જ પ્રીચવ્યો, હરિ દેખાડ્યો તે અણચવ્યો;
વિશ્વ નિયંતા જો કહેવાય, અકહંડ બ્રહ્માની ખંડણા થાય;
ગુરુ ગોવિંદ જેને ત્યાં હશે, અખા આપોપું દેખાડશે. ૪૪૫

સાચો ગુરુ કેને નવ ભજે, જુઠાથી કાંઇ નવ નીપજે;
રસાયન કેને નવ મળે, ધૂર્તા વિત્તા લૈને પળે;
એ બે બેની સદાએ ખોટ, અખા નહીં મળે કોટાનકોટ. ૪૪૬

સાચો ગુરુ જાણી જે જક્ત, કનક કામિની નોહે આસક્ત;
બીજા સઘળા આળપંપાળ, ધનને અર્થે માંડે જાળ;
તેથી કહો તે શું નીપજે, અખા અંતર માયને ભજે. ૪૪૭