પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૭
વેષવિચાર અંગ


ગુરુ શિષ્યની ત્યાં એવી વાત, શુદ્ધ પારસને સઘળી ઘાત;
શુદ્ધ પારસનેજે જે અડે, તે તે કંચન થઈ નીવડે;
તે આદર કેનો નવ કરે, સેજ ઐશ્વર્ય અખા તે ધરે. ૪૪૮

દ્ગુરુ શિષ્યને વચન જ કહે, જિજ્ઞાસુ શિષ્ય તત્ક્ષણ ગ્રહે;
મોર્પત્નિ પડતું બુડંદુ ધરે, તેનો તદ્વત બરહી થૈ પરવરે;
પડ્યું ગ્રહે તેની થાયા ઢેલ, ગુરુ શિષ્ય્નો અખા આ ખેલ. ૪૪૯

ગુરુ શિષ્ય કેરી સાંભળા જુક્ત, સ્વાંતબ્યંદે જેમ જામે શુક્ત;
જેવે આદરે કરીને ગ્રહે, તેવું મુક્તા જામી રહે;
આદરવંત તે વચ્ન જા ઠરે, જો અખા સદ્ગુરુ આદરે. ૪૫૦

ગુરુ શિષ્યની સાંભળ તંત્ર,એકે પહોરે મુદ્રા જંત્ર;
કર્તા ધર્તા બોય સાવધાન, ઉઠે મુદ્રા સઘળી સમાજ;
ચંત ચળે જો એકે તણું, મિથ્યા કાર્ય હોય અખા ઘણું. ૪૫૧

ક્તિ જ્ઞાના અને વૈરાગ, પદાર્થા એક ત્રણ નામ વિભાગ;
તેને અજાણ્યો કહે જુજવા, સમઝ્યાને તે એક જ હુવા;
અનુભવતાં જાણેજે ભેદ, ભક્ત જ્ઞાન અખા નિર્વેદ. ૪૫૨

ક્ત્ભાવ હૃદેથી ગયો, ત્યારે ત્યાં વૈરાગ જ ગયો;
જ્યાં જુવે હરિ દૃષ્ટે પડે, ત્યારે ભક્તિ સરાણે ચડે;
દ્વૈતા ભાવ અખા જ્યારે ગયું, ત્રણ પ્રકારે જ્ઞાના જા થયું. ૪૫૩

જો ભક્તિ કરે ને નંદે જ્ઞાન, તો ભક્તિ નંદી આણે અભિમાન;
વૈરાગી કહે જુઠ્ઠા બેય, સાચો સંસાર મૂકી રેય;
એ દ્વેષે કરિ કહિએરહિ ગયો, અખા અહંકાર આગલ થયો. ૪૫૪

રિમય સર્વ દેખે તે ભક્ત, જ્ઞાની આપે છે અવ્યક્ત;
અહર્નિશ મ,અન જો વેધ્યું રહે, તો કોણ નંદે ને કોને કહે;
વન પામે બકવાદ જ કરે, ગળે ગર્જના અખા ઉગરે. ૪૫૫

કુળવધુ તે પરને નવ ભજે, તેમ સધવી તે ત્યાં નીપજે;
આપ છુપાડે પોતાતણું, કંથ્માન હોયે ત્યાં ઘણું;
તે ભક્તની ત્યાં એવી રીત, નમ્ર પણે અખા છે જીત. ૪૫૬

જ્ઞાનીને પરા કોયે નથી, મના અમન થયું તે વતી;
ઉત્તમ મધ્યમ સઘળું ગયું, મન જાતે સર્વે લીન થયું;
ગત દિવસનું સ્વપ્ન જ જેમ; હું તું ભાવ અખા થયો તેમ. ૪૫૭