પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૯
સંત અંગ

સંત અંગ

શરથ પહેલો હતો જે રામ, નંદ વસુદેવ પહેલું કૃષ્ણ નામ;
ચોવીશે તેમાંથી થાય, પણ તે કાંઇ આવે ના કે જાય;
અવિનાશી લેશે તે સંત, ત્યાં કારણ નહિ દર્શના ને પંથ. ૪૬૮

દ્વૈતા ભાસી તે નોહે સંત, જેમા બે બાજુના હસ્તી દંત;
મનમાં આશા માયા તણી, કીરત બહાર ચલાવે ઘણી;
બ્રહ્મા ભરોસે આવ્યો ભ્રમ, અખા સરાંણે ઊગર્યો શ્રમ. ૪૬૯

ગમ પંથ તે જઈ નવ શકે, જૂઠું અન્ન શ્વાન જા ભખે;
પરાધીન રહે દેહવાન, બુદ્ધિવોણાને નહિ ત્યાં સાન;
અખા અણજાણ્યું રહ્યું આપ, જન્મ ધરે સાથે પુણ્ય પાપ. ૪૭૦

જો ભુંડા તું ચે ચિદ અંશ, જોને વિચારી તારો વંશ;
તું રાજ પુત્ર કાં દીનમાં ભળે, કાં વિચાર વોણો ઘરઘર ફરે;
નિજ પદ બેસી ટળી જા જંત, એમ અખા પદ પામ્યા સંત. ૪૭૧

પૃથ્વી અપ તેજ વાયુ આકાશ, એ જાણજો પોતે અવિનાશ;
હંસ ભખે કમળના તંત, તેમ આપ વિચાર કરે મહંત;
કલણા રહિત કોઇ નિર્બઁધ, નર આકારે અખા ગોવિંદ. ૪૭૨

નિર્દ્વદ્વિ અંતર્ગત મુદા, કૃપાવાના ધીરજવંત સદા;
રાગ વિરાગ નહિ ત વિષે, અહંકાર નિરંકાર કો નવ લખે;
નિરાધાર અખો કે વીર, જગત તૃણ્વત સહિત શરીર. ૪૭૩

બ્રહ્મ વેત્તા રહે તુર્યાપાર, તો બાહ્યદૃષ્ટિ શો કરે નિર્ધાર;
ત્રણ અવસ્થા સૌને વિષે, તુર્યા ઊલાંઘીને કોણ લખે;
જેહ લખે તેવા તે થાય, જથારથ અખા રહીને જાય. ૪૭૪

બ્રહ્મવેત્તાને જીવ નવ કળે, રાત દિવસા એકઠાં ના મળે
ત્યાં કળણ નહીં ને જીવ અચેત, શિવપદ બેઠાં સર્વ લે હેત;
ઉંચે આસન બેસે કોય, નીચી ભૂમીકા દેખે સોય. ૪૭૫

ગત દૃષ્ટિ તે ચર્મને વિષે, બોલનારાને કોય નવ લખે;
પાંચ તત્વની ઓથે રહે, હાથોહાથ અખા બોલે લહે;
દ્રશ્યો હોય તો કહેજો હા, વિનદર્શના વયો વા. ૪૭૬

સુવર્ણાગર સોનીને ભોગ, બીજા લોકને ન મળે જોગ;
તે સસલાં જાણી મોકી જાય, અનુભવી હોય તે કરે ઉપાય;
અનાયાસ થાય એક ભવી, રિદ્ધ પામે અખા અભિનવી. ૪૭૭