પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૧
દશવિધજ્ઞાની અંગ


દ્વિચાર વડે હરિ મળે, બીજે ઉપાયેક્લેશ નવ ટળે;
જેમ જેમ તેનો કહે ઉપાય, તેમ જીવપણું જાડું થાય;
જ્યારે પદ બેશે નહિ રાશ, ત્યારે સ્વે અખા સચરાચર વાસ. ૪૮૮

દશવિધજ્ઞાની અંગ

શાવિધ જ્ઞાની લક્ષણ લક્ષ, તેનાં કહું આચરણો મુખ્ય;
નામ એક પણ લક્ષણ જુજવાં, પ્ર્થ્વી એક ને ભિન્ન ભિન્ન કુવા;
કૂપ કૂપ જુજવા નિઃસ્વાદ, એમાં આખા માના વણિયા વાદ. ૪૮૯

શુષ્ક જ્ઞાની કહાવ કેટલા, જ્ઞાનદગ્ધ જોતાં એકલા;
કો વિતંડા કહાવે નારા, જ્ઞાનખળ કેટલાએક ખરા;
નિંદક જ્ઞાની નીપજે ઘણા, કો ભ્ર્મજ્ઞાની આખા મન તણા. ૪૯૦

ઠજ્ઞાની ઘણા મન વિષે, શઠજ્ઞાની સૂધું નવ લખે,
શૂન્યવાદી તે નવમો જાણ્ય, શુદ્ધજ્ઞાની દશમો પરમાણ;
એ દશે જ્ઞાનીના નામ કહ્યાં, હવે લક્ષણ કહું આખા જે રહ્યાં. ૪૯૧

શુષ્ક જ્ઞાની નિરસ હોય હ્રદે, વાણી જાની લુખું વદે;
હિસે નહીં તે સર્વાવાસ, ચાઇટના જાણી નોય ઉલ્હાસ;
એ લક્ષણ શુષ્ક જ્ઞાની તણું, જ્ઞાનદગ્ધ આખા હવે ભાણું. ૪૯૨

જ્ઞાનદગ્ધ હોયે અધબળ્યો, સંગ સમાગમે રહે તે મળ્યો;
બાહ્ય કર્મે ઝાલાણી મત્ય, માંહે આપોપું હંતા સત્ય;
અનુભવ અંકૂર ના ફૂટે ત્યાંહાં, જેમાં આખા દગ્ધ છે સ્પૃહા. ૪૯૩
 
વિટંડ નર હોએ તે અસો, પોતાને નિશ્ચય નહીં કશો;
વાદ કર્યા ઉપર બહુ હામ, લક્ષ વિના વિદ્યાની મામ;
ક્લેશ કરતાં કાપે કાળ, આખે વિતંડની કાઢી ભાળ. ૪૯૪
 
જ્ઞાનખળને ખળતાનો થાપ. કુટિલ જુક્તિ ઉપજે બહુ આપ;
જ્ઞાનવચનને આગળ કરે, ઓથે રહી વક્રમ આચારે;
વંદે ખરો પણ ખળતા કહિયે સોય, આખા તે સરખો આંતર્બાહ્ય. ૪૯૫

વે નિંદક જ્ઞાની કહિયે સોય, પહેલું દોષનું દર્શના હોય;
સંત સમાગમમાં તે ફરે, લાંછન જોઈને હૃદિયે ધરે;
આત્મજ્ઞાનીતણી કરે વાત, પણ નિંદકની આખા એવી ઘાત. ૪૯૬

બ્રહ્મ જ્ઞાનીને અંતરા ભર્મ, હૃદે વસ્યું પણ નાસમજે મર્મ;
આંતર અન્ય ઉપાસન કરે, કરતાં હરતા આપ ઉચ્ચરે;
આખા તે ના સમજે સાંગ ઉપાંગ, ભ્રમે ના તળે વાસના લિંગ. ૪૯૭