પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૨
અખો


ઠજ્ઞાનીની સિદ્ધીને વસ્તુલખે, કહે બ્રહ્મ જ્ઞાન નોહે સિદ્ધિ પખે;
કહે ચૈતન્યે ભરયું બ્રહ્માંડ, સિદ્ધિ વિના પણ કાચો પિંડ;
અખા લક્ષ હઠ જ્ઞાની તણો, સિદ્ધિ ત્યામ્ પૂર્ણ બ્રહ્મ ગણ્યો. ૪૯૮

ઠ જ્ઞાની તે ગ્રંથ બહુ સુણે, બહુ વાંચે બહુ પાઠે ભણે;
ગ્રંથ પ્રતીતે માને વાત, સમ્યક્ ભાસે નહીંસાક્ષાત,
શઠપણે ન ટળે ચકચ્ંધ્ય, અખા અંતરથી ન ટલે રુંધ્ય. ૪૯૯

શૂન્યવાદીને શૂન્ય, વિશ્વ નહીં નહીં પાપ ને પુન્ય;
ઉત્પત્તિ નહીં, નહીં સમાસ, સ્વપર નહીં, નહિ સ્વામી દાસ;
એમ વર્તે શૂન્યવાદી ખરો, પણ અખા ન ચાલે શૂન્ય ઉફરો. ૫૦૦

શુદ્ધ જ્ઞાની તે રૂપ અરૂપ, મીંહિ નિધ અશે છે તદ્રૂપ;
સર્વ સહિત છે સર્વાતીત, જે પોષક આઘે ઊદ્ગીત;
અખા અનિર્વચનીય તે આપ, લક્ષ લાગે તે લહે અમાપ. ૫૦૧

શ પ્રકારના જ્ઞાની લખ્યા, પણ નવે તે દશમા વિણ મથ્યા;
નવેનો લક્ષ ત્યારે શુદ્ધ થાય, જ્યારે અનુભવ દશમા ઘેર જાય;
અખા જે છે સદા અવાચ્ય, જો સમજે તો સમજી રાખ્ય. ૫૦૨

વેદ અંગ


વેદે વિચારી જોયો બ્રહ્મ, વિશ્વ તે શું ને કેનો કર્યો મમ;
વિચાર કરતાં બેઠું ઘાટ, એમ ચાલ્યો જાય સેટ મીથ્યા ઠાઠ;
સત ચૈતન્ય ને મિથ્યા માય, અખા એમ દીઠો પરવાહ. ૫૦૩

ઠેરાવીને લખિયો લેખ, પંચભૂતને તેવો શેષ;
તત્ત્વે તત્ત્વની ઉપજ ગણી, માંય ચૈતન્યતા ચૈતન ધણી;
લક્ષ ચોરાશી બીબે ભાત્ય, એ અખા વેદના મનની વાત. ૫૦૪

પ્રવાહ ચાલ્યો જાય એણે મર્મ, જીવાપત્તિ આળેખ્યાં કર્મ;
તેર કાંડ ધૂમમારગ લખ્યો, છેલ્લી વારે અરચી ઓળખ્યો;
ઉપન્યા કેરો કર્યો નિષેધ, અખા ઉપનિષદ માથું વેદ. ૫૦૫

નેતિ નેતિ નો એહજ અર્થ, ઉપન્યું ગયું તે જાણ્યું વ્યર્થ;
શેષ લહી કહ્યું નેતિ નેટ, હાથ ખંખેરયો એણે હેટ;
અખા ચૌદમું પ્રીછ્યા પખે, જીવ ગૂંથાણો તેરને વિષે. ૫૦૬

તેર કાંક માયાનું જાળ, કર્મ ફળ જીવ ઈશ્વર કાળ;
એ સર્વ ઘાટ બેસાડયું વેદ, વિપત કલ્પી કીધો ભેદ;
અખા ખટકે નહીં જે તેર, ચૌદ વાળી તે ચાલી શેર. ૫૦૭