પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૩
વેદ અંગ


વેદની જુક્તિ પુરાણે ગ્રહિ, તેને ઈશ્વરપદ રાખ્યું સહિ;
મોટાં ચરિત્ર ત્યાં ઈશ્વરા કહ્યાં, સાધારણ તે જીવમાં ગયાં;
સામર્થ્થ દેખી બાંધ્યું માન, અખા એ પુરાંતણું નિદાન ૫૦૮

વેદનો લક્ષ તે કૈવલ્ય રહ્યો, ઇશ્વરા લક્ષ તે પુરાને ગ્રહ્યો;
ઇશ્વરના ચોવીસ અવતાર, તે માંહે વળી સારા ઉદ્ધાર;
તેને સ્થળ વળી પ્રતિમા કરી, એમ અખા માયા વિસ્તરી. ૫૦૯

ચારે જુગનું એ વર્તમાન, પરંપરા જોતાં અનુમાન;
જ્ઞાનતણી નિરંતર સૂજ્ય, પ્રવાહ પડે કર્મ પ્રતિમા પૂજ્ય;
અખા ન ટળે દેહ અધ્યાસ, સવર્ગ મૃત્યુ પાતાળે વાસ. ૫૧૦

તે પોતે પરમેશ્વર આપ, રાખ્યો ત્યારે દ્વૈતનો થાપ;
એ આશ્ચર્ય તે કોને કહ્યું, જે પોતા સરખું સૌને લહ્યું;
અખા વિચાર્યા સરખી વાત, પૂછ્યું ત્યાં પરતંતર ભાત. ૫૧૧

જ્યાં જેમ થાય તેમ સેજે થાય, કર્તવ્યને શિર તે દેવાય;
અટક્યું ન રહે કાંઇ કાજ, આગળ આગળથો થાએ સાજ;
કરણહાર ન દીસે કોય, અખા સૌ એ કર્તા હોય. ૫૧૨

ખા પરમેશ્વર જોતાં અશો, કહ્યો ન જાએ કોયે કશો;
કોણ કળે ને કેને કળે, એકવડે સઘળા ચળવળે;
જેમ મેઘા બહુ બુંદે કરી, બિંદુ મેઘને જુવે કેમ ફરી. ૫૧૩

માંહિ બહાર ન જાયે કહ્યો, બાંધ્યો રુંધ્યો પોતે લહ્યો;
સહેજ સહજ ફુલ્યું આકાશ, ઉપજ સાથે અખા સમાસ;
આગળ સગુના નિપજતું જાય, પાચળ નિર્ગુન થઇ ભૂંસાય. ૫૧૪

પ્રત્યક્ષ પ્રમાણ ચાલ્યું જાય સદા, કોઇ સંભાળી જુવે જદા;
નિર્વેદ વિના સર્વે અવિવેક, મહાનિધમાંથી સર્વે ભેવ;
રમી રમી પાછે રસ થાય, અખો રામ એવાને ગાય. ૫૧૫

જે ઉપજે તે પાછું વળે, ચૌદ લોક લોકપાળે ટળે;
સૂનું ન રહે ફીટ્યા માટ, તેમનું તેમ બેઠું રહે ઘાટ;
દૃષ્ટ પદાર્થ તે દૃષ્ટ માન, અખા તેમનું તેમ નિધાન. ૫૧૬

મા જોતાં અખો તે કશો, બાધા મેઘમાં એક બુદ જ શો;
ફોરાનું તે શું પ્રમાણ, સાવ નિરંતર પાની જાણ;
જેમ છે તેમ ચે જ નિદાન, અળગું જાણવું એહ જ જાણ. ૫૧૭