પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૫
વેદ અંગ


માતા તન સઘળો સંસાર, પિતા પુત્રનો એક નિર્ધાર;
પિતા પુત્રને શરીર જ નથી, ભાસે તે ભ્રમની મોરથી;
માતા તન ને ધ્યાતા ધ્યેય, પિતા પુત્ર અખા નિઃશ્ચેય. ૫૨૮

કાંઇ ન જાણ્યે જાણ્યો રામ, જાણપણે ભૂલો નિજ ધામ;
જેમ જેમ અદકું જાનતો જાય, ત્મ ત્મ હુંના મળ બંધાય;
પદ્યપિ કથે જીવ બ્રહ્મજ્ઞાન, તોય અખા નહીં મૂકે માન. ૫૨૯

જાણ થાય બહુ વિદ્યાવડે, તેમ તેમ આવરણ અદકાં ચડે;
નિત્ય ધોતાં પટ રાતું થાય, પાણીનું પડ ચડતું જાય;
મૂળગું પટ જોતાં તે મેલ, અખા અજલિંગીપણું અલેલ. ૫૩૦

નિજ પણની ભૂલ્યે કરિ જીવ, ભૂલ ટળી તો સઅદા એ શિવ;
તે શિવ તો પોતે ચે સદા, વિદ્યાના મળ નોહે કદા;
અખા વસ્તુ તો સહેજે સહેજ, જીવ રહે તો પ્રાયઃ મળ સહેજ. ૫૩૧

મજ્યો નર શો બાંધે ઘાટ, આપાપર ટલી ગયો ચે નાટ;
અકસ્માત ઉપન્યો વિચાર, અસત્ય નિત્ય બાંધો સંસાર;
અનંત બ્રહમાંડનો દ્રષ્ટા, અખો કહે શરીર આદે દઇ વ્યાપ્ત. ૫૩૨

ખા વિચાર્યા સઅરખી વાત, વિચાર્યા વિના થાય ઉત્પાત;
વેદ ચાર બ્રહ્માના કહ્યા, સ્મૃતિ પુરાણ ઋસિ ઉચ્ચરયા;
ચવ્યો પદારથ સર્વે કહ્યો, અચવ્યો ત્યાં અભોગતા રહ્યો. ૫૩૩

જે રહિયો વ્યાપી વિસ્તરી, તેની ત્યાં કથા નવ કરી;
ધર્મે કર્મે લાગ્યા બહુ લોક, સોદો ન થયો રોકારોક;
નગદ માલ ઉધારે પડ્યો, એમ અખા જીવા તો રડવડ્યો. ૫૩૪

યાં અખા કોઇ શું કરે, જો માયા આડિ પરપંચ ધરે;
જેમ અશ્વઅશ્વિની ભોગવે, નેત્રે પટ બાંધ્યો જોગવે;
પટ ચોડી દેખાડે તુરિ, અખા એવી નિપજ ખરી. ૫૩૫

ણી પેરે એ ત્યાં થાય, જે વડે પરવાહ ચાલ્યો જાય;
તેનો કોય ન જાણે મર્મ, દેખે જીવનેજીવનાં કર્મ;
અદૃષ્ટ પદારથ થાયા દૃષ્ટમાન, અખા સમજ તો સમજે સાન. ૫૩૬

મૂર્તિ મૂર્તિ આ સહુ, અણનામીનાં નામ જ બહુ;
અકર્તા કર્મ સર્વે કરે, અનિર્વચનીય વચન ઉચ્ચરે;
અખા એમ ખરા તે માન, બીજી વાત ના ઘાલીશા કાન. ૫૩૭