પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૭
વેદ અંગ

ક વસ્તુ વિચાર વિચાર્યો મને, પરબ્રહ્મા જાણવો જને;
આપ આદ્યે દૈ ચૌદે લોક, પંચભૂતકેરો સૌ થોક;
લોક લોક પ્રતે લોકપાળ, એવું ઘર ચે અખા વિશાળ. ૫૪૮

વૈકુંઠાદિ ઉંચા માળ, નીચા જોતાં આદિ પાતાળ;
તેમાં બળિયા બળિયા બહુ, એક અધિપતિને પ્રજા સહુ;
અખા જોતાં એક માંડણી, મહા કારણ તે અળગો ધણી. ૫૪૯

તેમાં નિધ સઘળે પોષાય, અવિરલ પ્રવાહચાલ્યો જાય;
વિષ્ણુ બ્રહ્મા શિવ ને શેષનાગ, ઐશ્વર્ય ઓચાં અદકાં ભાગ;
ત્રિગુણાતીત્વડે એ સહુ, અખા સમજે તો સારું બહુ. ૫૫૦

લોક ચૌદ ત્રણ ગુણના કર્યા, અષ્ટાદશ વર્ને આવર્યા;
એણે લેખે બહુ બ્રહ્માંડ, બ્રહમાંડ બ્રહ્માંડે બહુ વિધિ માંડ્ય;
લૌકિક લેખું એત્યાં કહ્યું, અખા અલૌકિક અળગું રહ્યું. ૫૫૧

જેમ ચિતારો ચિત્રશાળા કરે, અનંત ભાત્યનાં રૂપા ચિતરે;
અનંતા અવયવ ભાવ ભેદ નામ, જોતાં ચિતારાનાં કામ;
દીઠી સુણી વાત બહુ લખે , અખા ન નિપજે જોયા પખે. ૫૫૨

ચિતારાની પેરે નથી, જે સર્વ કાઢ્યું અપામાંહીથી;
રૂપે રૂપે સંચાર્યુઁ આપ, તેને ચૌદે વ્યાપ્યો વ્યાપ;
કળને ભરાવી ચૈતનવિષે, માટે તે નાટક છે અખે. ૫૫૩

દભુત કળા ચિતારા તણી, આપે આપની નીપજ ઘણી;
બીબે બીબું ભરાતું જાય, ચૌદ લોકની નીપજ થાય;
થાયા ભાત પણા સામર્થ્ય પોત, એમ અખા જો ઓતપ્રોત; ૫૫૪

રૂપી તે રૂપે બહુ થયો, સ્વસ્વરૂપે જેમ હતો તેમ રહ્યો;
જેમ અગ્નિથી દીપક થાય, પચે દીવા ચાલ્યા જાય;
હુતાશન તેમનો તેમ અખે, હાણ્ય વૃદ્ધિ નહીં ચૈતન વિષે. ૫૫૫

નાટકનો એમ નીપજે ભેદ, હુઁ નથી કહેતો કહે ચે વેદ;
જેને સ્વસ્વરૂપ પાન્યાનો અર્થ, માયા મોહ કરવો હોય વ્યર્થ;
પ્રગટ પ્રમાણ કહે છે અખો, જાણો તે એ પેરે લખો. ૫૫૬

સુખિયા દુઃખિયા દીસે બહુ, પણ માયાના કીધા છે સઅહુ;
સુખિયા પલમાં દુઃખિયા થાય, ધન તન લજ્જા ફીટી જાય;
રંક હોય તે થાએ રાય, અખા એહ માયામહિમાય. ૫૫૭