પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૮
અખો


માયાનાં મર્કટ સહુ લોક, પલકે સુખ ને પલકે શોક;
કપિને જેમ શણગાર્યો નટે, ભીખ મગાવે રહ્યો ચૌવટે;
અખા લે સઅર્વે ઉદાલ્ય, કંઠે દોરડી પુઠે કાળ. ૫૫૮

લકે રિધા સિધા આવે ઘણી, જીવ જાણે હું સૌનો ધણી;
જેમ વરઘોડે મલિ બહુ વના, પલક રહીને થાઓ ફના;
અખા માયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રેત. ૫૫૯

બાળક પેં ઘરડો તે શૂન્ય, સત્ય માન્યું સ્વપ્નાનું ધંન;
બાળકા રમતને માનેફોક, ઘરદો સત્ય માને હર્ષ શોક;
પશુ મુવો કે ભૂત ન થાય , માણસ અખા અવગતા કહેવાય. ૫૬૦

પંચા ઈંદ્રિયનું અતિશય જ્ઞાન, એ માણસ્ને આપ્યું માન;
સામુંતેને ચડ્યો અહંકાર, કર્યા મૂક્યાનો રાખે ભાર;
અવળી સુજ્ય અખા જીવની, અંતર માયા અતિ પ્રિય બની. ૫૬૧

કાંઇ દીસે જીવને હાથ, થઇ બેસે તે સૌંનો નાથ;
ધન તન દોલત ઉડી જાય, રહ્યો રુવે પણ કાંઇ ન થાય;
મરડે મૂછ પણ માંહે કલૈબ્ય, અખા એહનું લક્ષન જીવ. ૫૬૨

નાટક ચાલે માયાતણું, સકળ જીવ શણગારી ઘણું;
કાળ ફેરવે ચૌદ ચોવટે, એકને આપે એકનું ઝટે;
અખા વગોવે માયા કાળ, જાણ પંડિત શ્રીમંત ભૂપાળ. ૫૬૩

બાળક જેમ રમાડે શ્વાન, દૂરથકી દેખાડે ધાન;
પુંછ હલાવે ચાટે લાળ, ઉંચું કરી ભરાવે ફાળ;
લલચાવ્યો દેશાંતર જાય, અખા એમ રમાડે માય. ૫૬૪

શા જનને બહુ પરભવે, દેવ આગળ જઈ દુઃખ દાખવે;
દશે આંગળાં મુખમાં ધરે, દીન વચન નેત્રે નિર ભરે;
ત્યાંથી ટાંક ન પામે ધૂળ, અખા લાલચે ન મળે મૂળ. ૫૬૫

હે અમને કોન શકે છેતરી, એવું બાંધે બરદ આદરી;
ક્ષણે ક્ષણે લુંટાતો જાય, ધન તન સજ્જન સૌને ખાય;
છાનો નહીં પ્રગટે ઠગે કાળ, પંડિત જાન શ્રીમંત ભૂપાળ. ૫૬૬

ઝોંટી લે રાજાનાં તાજ, તપસીનાં તપ કરે અકાજ;
શ્રીમંત કેરાં ધનને હરે, પ6ડિતની વિદ્યા ભક્ષ કરે;
યુવતીનાં યૌવન હરે કાળ, તોય અખા નવ જાગે બાળ. ૫૬૭