પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૭
કુટફળ અંગ


જોજો રે ભાઇ વાતનું મૂળ, પેટ ચોળી ઉપજાવ્યું શૂળ;
એક સમે ખર ભાડે ગયો, કાંદા દેખી ગળિયો થયો;
ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જુતો ઘેર. ૬૪૮

થા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરિ;
શીખ થઇ ત્યારે આપ્યું શું, નગ્ન થઇ ગયા વનમાં પશુ;
નિસ્પૃહીની એવી છે કથા, અખા બીજી પેટ ભર્યાની વ્યથા. ૬૪૯

ઘુ જદુરાજની વાતજ કહે, દત્ત ભરતનું ઓઠું લહે;
અજગરવરતી વનમાં પડ્યા, તે ક્યાંઇથી આવી ચડ્યા;
તેને પોતા સરખા કર્યા, અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા. ૬૫૦

દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય. ૬૫૧

સાસિંગનું વહાણજ કર્યું, મૃગતૃષ્ણામાં જઇને તર્યું;
વંઝ્યાસુત બે વહાણે ચડ્યા, ખપુષ્પનાં વસાણાં ભર્યા;
જેવી શેખશલ્લીની કથા, અખા હમણાં આગળ એવા હતા. ૬૫૨

જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ;
કોઇ આવી વાત સૂરજની કરે, તે આગળ લઇ ચાંચજ ધરે;
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા;
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પાણ. ૬૫૩

લીલા વૃક્ષને ઓઠે રહે, જેમ પારાધી પશુને ગ્રહે;
એમ હારને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનક કામની તણા;
અખા ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગદર્ભ ને ગુરુ કુંભાર. ૬૫૪

અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો;
કામબાણ ન શક્યો જાળવી, રડવડતી એક આણી નવી;
શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહિ ને ઘર નવ રખ્યો. ૬૫૫

ગોરીના થાવા વડભાગ, માતા પાસે આજ્ઞા માગ;
બળદની તે કેમ થાય ગાય, મૂરખ મિથ્યા કરે ઉપાય;
જ્ઞાનવિના તે સાધન એવા, અખા તેમાં ન લેવાદેવા. ૬૫૬

સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ;
સૌનાં નેત્રો ફૂટિ ગયાં, ગુરુ આચાર્યજ કાણા થયા;
શાસ્ત્ર તણી છે એકજ આંખ્ય, આ અનુભવની ઉઘડી નહિ ઝાંખ્ય. ૬૫૭