પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૮
અખો


મુંડ મુંડાવી હરિને કાજ, લોક પૂજે ને કહે મહારાજ;
મન જાણે હરિએ કૃપા કરી, માયામાં લપટાણો ફરી;
સૌને મન તે કરે કલ્યાણ, અખા એને હરિ મળ્યાની હાણ. ૬૫૮

જ્ઞાતાનો એવો ઉપદેશ, પંચના ગુરુ તે સઘળો વેશ;
ઘરઘર મહાત્મ્ય વધારતા ફરે, દામચામનાં જતનજ કરે;
અખા જ્ઞાતાની ન માને વાત, સાચું કહેતાં ખીજે સાત. ૬૫૯

રિને કાજે ઘાટજ ઘડે, નિજ સ્વરૂપથી પાછો પડે;
પાણો કે હું પર્વત લહું, એ આશ્ચર્ય તે કેને કહું;
અખા થકી તે બીજો હરિ, જેમ પર્વતમાંથી પાણજ ખરી. ૬૬૦

જાણપણમાં જાડા થયા, ડહાપણ ડોળી રાબડ રહ્યા;
નીર હતું તે કીચમાં ગયું, આત્મથકી તે અળગું રહ્યું;
છે તો ઘણો નવ દીસે ચંદ, કહે અખો માયાનો ફંદ. ૬૬૧

નંત કળામાં અદકા ખરા, બ્રહ્મવેત્તા એ સૌથી પરા;
વેદ બ્રહ્માએ પૂજ્યા હરિ, તેથી લક્ષ તજજ્ઞનો દુરી;
ભૂતભવિષ્ય ને અજપાજપ, અખો નહિ તો શેનો થાપ. ૬૬૨

ષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પત્રાવળાં ભરે;
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝાં ખાય;
કીર્તન ગાઇને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર. ૬૬૩

જ્યારે મન પામ્યું નિજભાન, ત્યારે સર્વ થયું સમાન;
સપ્તપુરી મધ્ય મારૂં આડ્ય, સર્વસ્વ હાર્યે ભાગે જાડ્ય;
જેમ કરી કવાથ રોગીને વિષે, પણ અખા અરોગી સર્વે ભખે. ૬૬૪

કે આળસે કે ક્રોધ થયો, વાટે વેષ પેરીને ગયો;
નહિ મહેનત વેઠે નહિ શાય, વંદે વિશ્વ એ ફ્ળ મહિમાય;
હરિને અર્થે એક વિચાર, અખા સમું પડે તેમ રહે સંસાર. ૬૬૫

જાય સમુળો સઘ સંસાર, કરતાં આત્મતત્વવિચાર;
અન્ય ઉપાય નથી એ જવા, સામા બંધ બંધાય નવા;
કર્મ કરતાં ન આવે છેક, અખા વિચારે ન મળે શેષ. ૬૬૬

ખા વસ્તુ વિચારે બ્રહ્મ, અંતરભૂત જાણવા કર્મ;
જેમ પ્રત્યક્ષ પોગર દીસે લોહમાંય, ગાળે ત્યારે ફીટી જાય;
પાછો વળી ઘડાયે ઘાટ, તેમનો તેમ પોગરનો ઠાઠ. ૬૬૭