પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૯
ફુટકળ અંગ


તેજ લોહનું જ્યારે દર્પણ કરે, શિકલ કરીને મશકલો ફરે;
તેજ નીકળે પોગર ઢંકાય, આપોપું દિસે તે માંય;
અખા જ્ઞાનની એવી પેર, કોટી જુગે કાં આજ આદેર્ય. ૬૬૮

લોહ ગળતે દીસે પોગર ગળ્યા, ઘાટ થાતાં તે પાછા વળ્યા;
અહંતારૂપી લોહ છે સદા, ઘાટ થયા વિના ન રહે કદા;
અખા અહંતા લોઢું માર્ય, મર્યા પછી તે તરશે વાર્ય. ૬૬૯

જે જળમાં લોહ બુડી જતું, તે ઉપર દીસે રમતું;
તેમ ભવસાગર હરિસાગર થયો, જ્યારે આપોપાનો ભારજ ગયો;
અખા મધ્યથો જા તું ટળી, બંધ ને મોક્ષ થકી ક્ષમા મળી. ૬૭૦

ખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ;
જેમ બાધું જોતાં એકજ ઝાડ, વિગતે જોતાં ભાંગે જાડ્ય;
રંગ સ્વાદ પત્ર ફળ ફુલ, સદગુરુ મળે તો ભાંગે ભૂલ. ૬૭૧

જાગ જોગ મંત્ર ફ્ળ ને સિદ્ધિ, એ બ્રહ્મઉદર માંહેલી રિદ્ધિ;
અંશીનર ઉંઘ્યો આપમાંહે, સ્વપ્ન ભોગવે ત્રણ તાપ ત્યાંહે;
વિધિસહિત પરબ્રહ્મને જાણ, ત્યારે અખા ટળે ભવતાણ. ૬૭૨

ત્મલક્ષમાં નહિ પર આપ, વણસંતાને કેનો બાપ;
વણજોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;
અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય. ૬૭૩

બ્રહ્મજ્ઞાની બહુ ભેળા થઇ, બ્રહ્મના દેશની વાતજ કહી;
બ્રહ્મવિધા રહી બ્રહ્મને દેશ, પોતામાં નવ આવ્યો લેશ;
થઇ થઇ વાતો સહુ કોઇ કહે, અખા અણચવ્યો કોકજ રહે. ૬૭૪

ણચવિયાનાં એ એંધાણ, જે સારાં માઠાં ઝીલે બાણ;
અધ્યાત્મ ન જાણે આત્માથકી, નોખો નોખો કહે છે બકી;
પોતે જાણે હું આત્મવેત્તા થયો, તે થાવામાં દેહભાગજ રહ્યો. ૬૭૫

પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ મ વીંચ;
અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યાં નામ;
સગુણ નિર્ગુણ એ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ. ૬૭૬

પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ;
પોતે ટળ્યા વિના શા કામના, એતો અકૃતે વધારી કામના;
કહે અખો કાં ફોક્ટ ફુલ, ભણ્યા ગણ્યા પણ ન ટળી ભૂલ. ૬૭૭