પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦
અખો


ણ્યા ગણ્યા તો તે પરમાણ, જો જાણપણું ટાળીને જાણ;
મૂળ સ્વરૂપે જે કોઇ થયો, તેને ભણ્યાનો સ્વભાવ ગયો;
અખા એમ સમજ્યા તે મહંત, તેને સત્‌ચિત્‌આનંદ વદે વેદાંત. ૬૭૮

વેદાંતે વાત વિચારી અસી, ને શ્રોતા વક્તા સમજ્યા જસી;
વેદાંત વાયક મોટો ભેદ, આસુરીનો કર્યો ઉચ્છેદ;
દૈવી તો છે ધણીનું રૂપ, અખા આસુરી ઉંડો કૂપ. ૬૭૯

સુરી દૈવીને ગડબડ થઈ, દીસે દૈવી તેમાં આસુરી રહી;
માટે જ્ઞાની ટળતા ફરે, જેમ રૂડે ઘેર જાતાં શ્વાનથી ડરે;
અખા શ્વાન જો પ્રલય થાય, તો રૂડાને ઘેર રૂડો જાય. ૬૮૦

ર તો સઘળાં રૂડાં કર્યા, ત્યાં અસુરીરૂપે ભસે કૂતરાં;
સમજુ ઘણાં પણ શ્વાનનો સંગ, વણટેવે જેમ વણસે રંગ;
અખા આસુરી કૂતરાં જાણ, આશાની ભક્તિ મોટી હાણ. ૬૮૧

નિરાશી ભક્તિ જે કોઈ કરે, તેનું સેજે કારજ સરે;
સ્વરૂપ તે અરૂપે અદ્વૈત થાય, દ્વૈતાદ્વૈતનો લેશ જ જાય;
આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ. ૬૮૨

હંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિવડે આદરો;
ગવરાવ્યા જશ હરિના ગાઓ, હરિના છો ને હરિના થાઓ;
અહંકૃતે અણછતા ન થયા, છતા ધણીથી છેટા રહ્યા. ૬૮૩

તો ધણી તું છબીલો જાણ, જેની શોભે સઘળે વાણ;
છતો ધણી છે વાણીરહિત, છતો ધણી છે શબ્દાતીત;
એમ વાચ્ય અવાચ્ય જેને સબળું ઠર્યું, અખા તેહનું કારજ સર્યું. ૬૮૪

સાચો મારગ જે કોઇ લે, મિથ્યા મારગ મૂકી દે;
અટળ વસ્તુને અહોનિશ ધાય, ટળને બાંધણે બાંધ્યો ન જાય;
ટળમાં રહે અટળશું પ્રીત, અખા એવા એવા પુરુષની થાશે જીત. ૬૮૫

જાણી વસ્તુ ને ઉપનો વૈરાગ્ય, અણછતું આવ્રણ ન પામે લાગ;
ઓળખ્યા ચોર ને સાવચેત થયા, વળતા તે તો કૂશળ રહ્યા;
અચેતને ચોર લુટી ગયા ભાઇ, સાવચેતને ઘેર આનંદ વધાઇ. ૬૮૬

નંદ વધાઇ અનુભવથી થાય, અજ્ઞાન ગાંઠો છૂટી જાય;
અનેક જુગનું આવ્રણ જેહ, જ્ઞાનવજ્રથી ભાંગે તેહ;
ધન ધન જ્ઞાનીજનનું ગાત્ર, જગત જાણ્યું જેણે તૃણમાત્ર. ૬૮૭