પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૩
કૂટફળ અંગ


નંદ મંગળ ઓચ્છવ થાય, હરિનાં જન તે હરિજશ ગાય;
હરિજશ ગાય તે શું કહે, આપ ટાળી ભજનમાં રહે;
ઉચી અખા શહેરની શોભા નવી, જેમ વીતી રજની પ્રગટ્યો રવી. ૭૦૮

હું હું રૂપી વીતે રાત, તેને ટળતા થાય પ્રભાત;
જેને પુરુસોત્ત્મા થાય પસાય, તેને સર્વે સવળું થાય;
અખા વસ્તુ આફરડી નવ મળે, અઅરત રાખી ધણીને બળે. ૭૦૯

રતા વિના ન ઉપજે હેત, આરત વિના પૂજારો પ્રેત;
પુંશ્ચલી ભેંશ ન માંડે પગ, જોર કરીને થાક્યા ઠગ;
ઉપાડે ઘણા પણ ઉભી ન થાય, અખા જોર કરનરા પાચા જાય. ૭૧૦

થી વાંકા વિશ્વંભર તણો, જે કહિયે તે વાંક અઅપણો;
જેમ કોઈ ભોજન જમાડવા કરે, ત્યાં રીશાણો તે રીશે ફરે;
પૂર્ણાનંદ પીરસનારો રહે, અખા અભાગિયાને કોણ કહે. ૭૧૧

પૂર્ણાનંદ તે પૂર્ણ દયાળ, સર્વ જીવની કરે સંભાળ;
દયા સારુ લે દશ અવતાર, અસુરનિકન્દન ભક્ત ઉદ્ધાર;
દયાએ કીધું ગીતા ભાગવત, દયા કરી સમજાવ્યા સંત;
દયા સારુ દાખવ્યા ધર્મ, અખા હરિનો મોટો મર્મ.૭૧૨

ત્મા ઉપકાર કૈ પેરે કરે, કોણ ઉપકારે આત્મા ઠરે;
ભક્તા યથારથ જે કોઇ હોય, આત્મા સહિતા સમર્પે સેય;
કરી સમરણ નિર્મળો થાય; અખા ધણીના થકો ઠેરાય. ૭૧૩

દેહ કાળ દ્વૈત પદને નડે, સજીવના સાથે સજીવન લડે;
પણ જીવન્મૃત જે વિરલા નમે, તએને તે સજીવના શું દમે;
જડ ચૈતન્ય તે શબના સમાન, અખા તે જ સજીવન જેને વસ્તુજ્ઞાન. ૭૧૪

ગત પ્રપંચ એમ ચાલ્યો જાય, જીવપને જીવે તે સજીવ કહેવાય;
જડવત જીવનો એવો મતો, જીવાન્મૃત જ્ઞાની ગણવો અણચતો;
મૃતકજ્ઞાની તે સજીવના સહી, અખા જીવપણે જીવે તે જીવતો નહીં. ૭૧૫

મૂળા સવરૂપા કહ્યું નવ જાય, એક સ્વરૂપ તે કેમ કહેવાય;
પ્રભુ આકાશથી ઉંચા ઘણા, ઉંડા પણની નહિ કોઇ મણા;
દશે દીશામાં વ્યાપક અનૂપ, એ હૃદે થાય કેમ અકળ સ્વરૂપ. ૭૧૬

જેને જડ્યું તે સમું ફળ્યું, જેમ બીબે રૂપ ઢળે વણ ઘડ્યું;
વન ઘડ્યો જેમ ઉપજે ઘાટ, અહંકૃત જ્ઞાના એ મોટો ઉચાટ;
નિત્ય અનિત્ય સમજાયું ખરું, અખા પ્રપંચનેમેલે પરું. ૭૧૭