પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૪
અખો


મજુ શાખી અર્ધ ઓચરે, તેની તરોવડ શું પંડિતા ક્રે;
પંડિતને પંડિતાઇનું જોર, પણ અંતઃકરણમાં અંધારું ઘોર;
અખા તે થકી પ્રાકૃત ભલા, જો આવે સમજ્યાની કળા. ૭૧૮

બરી સંસ્કૃત શું ભણી હતી ભાઈ, કયા વેદ વાંચ્યા કરમાબાઈ;
વ્યાધ તે શું ભણ્યો તો વેદ,ગનકા શું સમઝતી હતી ભેદ;
વળી સ્વપચની સમઝ્યો રીત, અખા હરિ તેના જેવી સાચી પ્રીત. ૭૧૯

ઝીણી માયા તે છાની છરી, મીથી થઇ ને મારે ખરી;
વળગી પછી અળગી નવ થાય, જ્ઞાની પંડિતને માંહીથી ખાય;
પણ ઝીણો થઇ ઝીણીને હણે, અખો સાચી પ્રીત તેની ગણે. ૭૨૦

હાયા ધોયા ફરે ફુટડા, ખાઈ પીને થયા ખુંટડા;
જગતા પ્રમોદે જાડા થૈ, પન ઝી માયા તે માંહી રઇ;
કાય કરે તે ઝીણાની પક્ષ, તે ઝીણી જાડાને કરશે ભક્ષ. ૭૨૨

મુડી વણ કંઈ મહીપતિ વહ્યા, મુડી વન કંઈ લોક જ રહ્યા;
મુડી વણ કંઈ કહવે મહંત, મૂડી વણ કંઈ ભેખ અનંત;
મુડી વણ કંઈ ધનવંત ઘણા, હીરા માણેક્ની નહીં કંઈ મણા;
અખા રહેણી આંક લખ્યો નહિ એક, એમ એકડા વોણાં મીંડા અનેક. ૭૨૩

નેક રૂપે માયા રમે , ત્યાંતેવી જ્યાં જેવું ગમે;
વલી જો કોઈને જ્ઞાન ઉપજે, તો જ્ઞાની થઈને ભેળી ભજે;
જે કર્મ હોય મૂકવા જોગ, અખા તેનો જ પડાવે ભોગ. ૭૨૪

વા માયાના ઘણા છે ઘાટ, જ્યાં જોઈયે ત્યાં માયાના હાટ;
હાટે હાટે વહોરતા હોય, કોય ખાટે કોય મૂળગું ખોય;
ધન વોહોરતિયા જેણે વસ્તુ જોઇ, અખા પ્રેમના પાત્ર વડા નર સોઇ; ૭૨૫

મોહ માયાનરમાઇ ને શું કરે, બળતી અગ્નિ પણ જળમાં ઠરે;
તૃણ તરુવરને અગ્નિનો ભેય, આકાશ દાઝ્યું તે કોય ન કહેય;
એમ અલ્પ આનંદિસદા અલ્પાય, અખા પ્રેમાનંદનો પ્રલય ના થાય. ૭૨૬

પ્રેમાનંદની ભક્તિ આકરી, વસમી વાટ મહા ખરે ખરી;
કામા રહિત તે કામનો વેશ, તેનો જ્ઞાની પંડિતને ના લાઘે દેશ;
પ્રેમાનંદી જ્યાં ગાય ને વાય, અલ્પાનંદી અટપડું જણાય. ૭૨૭