પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૫
કુટફળ


લ્પાનંદી પોતાને પ્રેમાનંદી ભણે, જેમ વાંઝણી પુત્ર ખોળામાં ગણે;
વાઁઝની પુત્ર શોભા અભિમાન, પણ ઉદર્માં નથી ઉપન્યું ગને સંતાન;
એમા અલ્પાનંદી પોતાને ગણે ભલ, અખા પ્રેમાનંદ નથી ઉપન્યો પલ. ૭૨૮

ગાયા વજાડે ગુણિજન ઘણા, રંગે રૂપાળા નહિ કાંઈ મણા;
કંઠે સુરા તાળી ને તાન, ગમે ગમ્ધર્વ ને પાતરનું ગાન;
પણ અખા એ તો કસબણ કહેવાયે, પતિવ્રતાપૂર્વે તેમ ગાય. ૭૨૯

તિવ્રતા જે પિયુને બહ્જે, અનાયાસે અવરને તજે;
તેનાં વસ્ત્ર સાંધ્યા જેમ તેમ, ત્ની બરાબરી વેશ્યા કરશે કેમ;
અખા પતિવ્રતા કરૂપણી હોય, પણ મોટો ગુણા માંહે પતિવ્રતા જોય. ૭૩૦

તિવ્રતા તે સાચું વદે, સાચું બોલ્યું કેને ન સઅદે;
સાચું જેમ લીંબડાંનું પાન, તેમ કરવું લાગે સર્વે જ્ઞાન;
કડવે રોગ કાયાનો જાય, અખા મીઠાણે રોગ બમણો થાય. ૭૩૧

રોગીને તો કડવું ઘટે, લીંબડો પીધે રોગા માંહિથી માટે;
નિર્ગુણ લેંબડો જો રોગ નિર્ગમે, તો સગુણ ભોજન સુખે જમે;
નિર્ગુણ થઇ સગુણમાં મળે, તો અખા દૂધમાં સાકર ભળે. ૭૩૨

વિષય સગુણ તે વિષનું રૂપ, હરિ હરિ લીલા સગુણ તે અમૃત રૂપ;
વિષ અમૃત જો ભેળાં થાય, તો વળતું સર્વે વિષ થઇ જાય;
વિષ અમૃત જો ભેળાં થાય, તો વળતું સર્વે વિષ થૈ જાય;
નિર્વિષ્પણે કરે પ્રેમકલ્લોલ, અખા સર્વે મીઠું જેમ ઘીને ગોળ. ૭૩૩

નિર્વિષ્પણું તે સજીવના દશા, વિકાર સહિત તે મુડદાં જશાં;
મુડદાંની આભડશેઠ ઘણી, તે આભડશેઠ કોઇએ નવ ગણી;
અળગી આભડશેઠજોવા જાય, પોતાની આભડશેઠ પ્રલ્લે ના થાય. ૭૩૪

પોતાનું કોઈ ન જુવે મૂળ, કોન છે જીવ ને કોણ ચે સ્થૂળ;
ક્યો જીવ ને ક્યો એ દેશ, ક્યાંથી આવી કર્યો પ્રવેશ;
જતો ક્યાં તે સમાશે જઈ, અખા એ અજાનોપન સર્વ માંહી. ૭૩૫

જાણી વસ્તુ મહા અનૂપ, ધણીના અંશ ને ધણીનું રૂપ;
જેમ અવર્ણ જળ વનમાં પરવરે, જામે ત્યારે નામ તેનું નોખું ઠરે;
તેમ ધણીના અંશમાં પરવર્યા ભાઇ, અસુરી રણમાં રહી સમાઇ. ૭૩૬

જ્ઞાની કહે હરિ એમ કેમ હોય, નોખો નોખો ઘણું વગોય;
સુખિયો દુઃખિયો થૈને દયાળ, એવી ગડબડ કેમ કળાય;
અખા તેનો આણ જવાબ, જે સુખ દુઃખથી હરિ અળગા આપ. ૭૩૭