પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૬
અખો


જેમ લુણ આવી આંધ્રણમાંઉકળે, તો અર્ણવ તેથી શે ના બલે;
તેમ સુખ દુઃખ સઘળાં જીવને, તેમાંથી કાંઈ નથી શિવને;
લુણ જલ થઇ જલમાં ભળે, એમ, સુખદુઃખ અખા દાસ થઇ ટળે. ૭૩૮

લુણા તો જળમાં જઈ જળ થયું, ત્યારે લુણપણાનું નખોદ ગયું;
ધણી કહે જ્યોતમાં જ્યોત સમાઇ, એમ દાસનું નખોદ ન હોય ભાઇ;
જલનું લુણને તે જલમાં ખપે, અખા હરિના દાસ તે હજુર્માં જપે. ૭૩૯

કલ એમ ઉરમાં નહિ આણ્ય, હરિજન રૂપ અસલ કરી જાણ્ય;
એ દીઠે આપણો સરશે અર્થ, જોયા કરે મર જુજવા ગ્રંથ;
થડા થકી તો ડાળે ચહડાય, અખા ડાળેથી થડે ઉતરાય. ૭૪૦

ડને ગ્રહો એમ સઘળા કહે, પણ ડાલ્ય વિના ફળ ક્યાંથી લહે;
એકલું થડનું થડ જો હોત, તો કોણ કહેનાર ને કોણ આ જોત;
અખા ડાળ પત્ર પુષ્પફળ થડમાં, તેમા લીલા અવતાર નામ સર્વે અટલમાં ૭૪૧

પમા સહિત જે આત્મા કથે, તે મહી વિનાજેમ પાણી મથે;
પાણી વિના જે મહી ડોલાવું, તે ભાંગે ઘણું પણ થાય ધોળૅવું;
જુગતી જાણ્યા વિના જો એકલું ધ્રાય, તો અખા એકલે નવનીત થાય. ૭૪૨

તેમ આપટળી જો જુગ આચરે, તો ગુણ વડે ગુણા તીતને વરે;
ગોરસને જળ ભેગાં મળે, મથે તો રૂપ મહી જળનું ટળે;
મથતાં માખણ થાય પ્રકાશ, અખા પાચી રહી તે પરઠી છાશ. ૭૪૩

વનીત કમાયો જુગતે કરી, જેમ દેહ આત્મા વડિયે ઓળખ્યા હરી;
તે વિવેકી સદ્ગુરુએ વલોવ્યું જદા, નવનીત નિરાળું પામ્યો તદા;
અનુભવ અગ્નિએ કીધું તૂપ, અખા ભાળ્ય એ બ્રહ્મ સ્વરૂપ. ૭૪૪

ન મૂકી જેણે ભક્તિ કરી, તેણે દીથા નિરંતર હરી;
પૈની પેરે ઘરમાં વસ્યો, તે શોકે ન રોયો ના હર્ષે હશ્યો;
અખા તે જા નર સુખિયો થયો, દ્વંદ્વાતીત નર સુખ્માં રહ્યો. ૭૪૫

દિકર્મ કીધે જીવ થાય્, જેને કારણ અહંતા પરઠાય;
પંડિત જાણે કવિનો મર્મ, અખો જાણે જીવ સાધે ધર્મ;
એ વિગત કરે તે વક્તા ખરો, અણજાણ્યે ભૂલા કાં ફરો. ૭૪૬




છપ્પા સંપૂર્ણ.