પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
નરસિંહ મેહેતો

શબ્દ શીખે ખરો, સકલ વિદ્યા ભણે, આધ્યાત્મ ઊચરે આવી ઓથે;
પ્રપંચ પિંડમાં રહ્યો, અહંકાર નવ ગયો, અનંત આથડ્યો એમ અનંત કોઠે. શ૦
શાસ્ત્ર કથા કહે, રજનિમાં આથડે, એમ અજ્ઞાન શીશ ગોઠે;
ભણે નરસૈયો જે, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે શ૦.


પદ ૪ જું.

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ટેક.
પંચ મહાભૂત પરબ્રહ્મ વિષે ઊપન્યાં, અણુ અણુ માંહિ રહ્યા રે વળગી;
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડથકી ડાળ તે નહિ રે અળગી. જા૦
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નોયે;
ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. જા૦
જીવ ને શિવ તો, આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધાં;
ભણે નરસૈંયો એ, તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધ્યા. જા૦


પદ ૫ મું.

જુવાનીને દહાડે રે, હરિને જાણ્યા નહીં રે, મોહ્યું પર દારા સાથે મંન;
કાંઈક મોહ્યો રે, કામિનીના કલ્પમાં રે, કાંઈ એક જોડવા ધાયો ધંન. જુ.
પચીસ ને પચાસ રે, પરપંચમાં ગયાંરે, દોહિલા આવ્યા સાઠ વર્ષના દંન;
સિત્તેર સૂધી રે, કાંઈ સમજ્યો નહીરે, પછે ચાલ્યો સાધન કરવા વંન. જુ.
આંખડીએ ન સૂઝેરે, ગળેબહુ નાસિકારે, બોલેતે તો સભલાય નહી કરણ;
માયા તો ન મૂકે રે, તૂટે નહીં તૃષ્ણારે, ઓળખાયા નહીં અશરણ શરણ. જુ.
હાથમાં લાકડીરે, ચરણ ચાલે નહીરે, તૂટીને શિથિલ થયું છે તંન;
મુખમાંહી દંતરે, એકે દીસે નહીં રે, તોય પાપી ઉદર માગે અન્ન. જુ.
ભાગ્ય જેનું ભલુંરે, આ અવસરને ઓળખ્યોરે, તે તો પ્રાણી કેહેવાય હૈર્ના જંન;
નરસૈયાના સ્વામીનેરે, સુખમાં સંભારજો, જો હોય પેલા ભવનૌં પુન્ય. જુ.


પદ ૬ ઠુઠુ.

જ્યાં લગી આતમા તત્વ ચિંતયો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;
માનુષ-દેહ તારો, એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. જ્યાં૦
શુ થયું સ્નાન, સેવા ને પૂજાથકી, શું થયું ઘેર રહી દાન દીધે;
શુ થયું ધરિ જટા ભસ્મ લેપન કર્યે, શું થયું * [૧] વાળ લોચન કીધે. જ્યાં૦


  1. વાળ લોચન - લુંચન કરાવવા - ચૂંટવવા તે