પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
ગુજરાતી કવિતા


જા કાઈએ લક્ષ જ દીધું નથી– તેમની એ ખાખતમાં શક્તિ નહાતી, એમ કહે વાના દોષ અમે વહેારી લઇશું નહી-તે તેથી અંગ્રેજી સાથના મુકાબલા વ્યર્થ છે, મુકાબલે સરખી વસ્તુના જ થઈ શકે છે, કવિતાના ત્રણ ભેદ ને ત્રણ ઉપભેદ રાખવામાં આવ્યા છે. ગીત કવિતા, વીર કવિતા ને ઋષ્ય દર્શનાટ્યકાવ્ય કવિતા; અને ત્રણ ઉપભેદમાં વન–અથવા કુદરત સંબંધી કવિતા (જે વર્ડસ્વર્ય પછીના કવિઓએ ઘણી પસંદ ક઼ીધી છે,) આધ- કવિતા ને વર્ણન કવિતા છે. અંગ્રેજી કવિઓની કીર્તિના ઝળહળતો પ્રકાશ વીર, શ્રવ્ય ને દર્શનાટય કાવ્યમાં ઘણા છે; અને ત્રણ ઉપભેદમાં વનકવિતામાં વિશેષ છે. ગીત કવિતા તે અંગ્રેજોની નહિ જ તેમાં તે ધણા મેાળા છે. એ બાબતનું સધળું માન એશિયાના જ કાવએને માટે રાખવું જોઇએ. પણુ ગુજરાતી ભાષામાં વીતિવતા, નાચ ને વનવિતા વગર ખીજી ભેદ ઉપભેદની બાબતમાં બહુ બહુ કાવ્યચતુરાઇ ધણાક કવિએ ખતાવી છે. ( જુએ પ્રેમાનંદના વિવેક વણુજારા, જીવરાજ શેઠની મુસાી. ) એકજ વિષય પસંદ કરીને તેપર કાવ્યરચના કરવાને કાપણુ ગુર્જર કવિએ પૂરેપૂરા પ્રયત્ન કીધો નથી, ને તેથી અમુક પ્રકારના તે કવિ છે એમ કહી શકાતું નથી અને તે જ કારણે ગુજરાતી કવિ પાછળ પડેલા અંગ્રેજી ભણેલાની નજરમાં આવે છે. અંગ્રેજીમાં આદિ કવિ હેામર કહેવાય છે. સંસ્કૃતમાં વાલ્મિક, તેમ ગુજરાતીમાં નરસિંહ મહેતાને તે પદ પ્રાપ્ત થયું છે. પણ એક શોધક એમ જણાવે છે કે, સ્થંભ- તીર્થના વિષ્ણુદાસ એ આદિ કવિ છે. વિષ્ણુદાસના કાળ સંવત ૧૭૦૦ ના, સમય સૈકા ૧૪ ના જણાવવામાં આવે છે, પણ તે કાળની ભાષામાં જ એકે પુસ્તક હાથ લાગે નહિ ત્યાં સુધી તેને આદિ કવિ ગણવા મુશ્કેલ થઇ પડશે. તેથી તુરતને માટે આદિ કવિનું પદ તે। નરસિંહ મહેતાને માટે જ રાખવું પડશે. પણ નરસિંહ મહેતાના કાળની જૂની ભાષા મળવી દુર્લભછે. મારા મિત્ર રા. હરિલાલ હવંદરાય ધ્રુવે જૂની ભાષાના એક ઘણા જૂના લગભગ ૩૦૦ વરસપર લખાયલા એક ગ્રંથ મારા હાથમાં મૂક્યા હતા, તેમાં આ ગ્રંથમાં આવેલાં પહેલાંજ ૧૩ પદ્મ હતાં, જે કંઇ પણ ફેરફાર કર્યાં વગર જેવી ને તેવી ભાષામાં દાખલ કીધાં છે, એપરથી નિશ્ચયપૂર્વક એમ કહી નહિ શકાશે કે, નરસિંહ મહેતાના કાળની. ખરેખરી ભાષા તે એ જ છે, નરસિંહ મહેતા જૂનાગઢના નાતે નાગરબ્રાહ્મણ હતા. પરાપૂર્વથી નાગરે। મુસદી વર્ગના, કેળવાયલા ને નગરના સહવાસી હોવાથી તેમની ભાષા વિશેષ શુદ્ધ હોવાના સંભવ રહે છે, ને તેથી કાપિ નરસિંહ મહેતાની ભાષા પહેલાં પદોમાં છે તેવી હાય, પણ ખીજી તેની કવિતામાં બહુ વિકૃતિ થઇ ગઈ છે,