પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૯૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭૫
અખો

૮૭૫
 

પદ ૪થું – રાગ સાખી.

લોચન મનનો રે, કે ઝઘડો લોચન મનનો !
રસિયા તે જનનોરે, કે ઝઘડો લોચન મનનો ! –ટેક.
પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ;
મન કહે લોચન તેં કરી, લોચન કહે તારે હાથ. ઝઘડો લોચન.
નટવર નિરખ્યા, નેણ તેં, સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ. ઝઘડો લોચન.
સુણ ચક્ષુ હું પાંગળું, તું મારું વાહંન;
નિગમ અગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મંન. ઝઘડો લોચન.
ભલું કરાવ્યું મેં તને, સુંદરવર સંજોગ;
હુંને તજી તું નિત મળે, હું રહું દુઃખવિજોગ. ઝઘડો લોચન.
વનમાં વ્હાલાજી કને, હું વસું છું નેણ;
પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન. ઝઘડો લોચન.
ચહેન નથી મન ક્યમ તુંને ? ભેટે શ્યામ શરીર;
દુઃખ મારું જાણે જગત, રાત્ર દિવસ વહે નીર. ઝઘડો લોચન.
મન કહે : “ધીકું હૃદે ધૂમ્ર પ્રગટ ત્યાં હોય;
તે તુજને લાગે રે નેણ, તે થકી તું રોય. ઝઘડો લોચન.
એ બેહુ આવ્યાં બુદ્ધિકને, તેણે ચુકવ્યો ન્યાય,
મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મનકાય. ઝઘડો લોચન.
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન એ રીત,
દયા પ્રીતમ શ્રીકૃષ્ણશું બેહુ વડેથી પ્રીત. ઝઘડો લોચન.


નીતિ ભક્તિ