પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૯૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૯૨
ગુજરાતી કવિતા

૮૯૨
ગુજરાતી કવિતા

,


કૃષ્ણકીર્તનનાં પદ

પદ ૧ લું - રાગ પ્રભાત.

મુજ અબળાને મોટી મીરાત બાઈ; શામળો ઘરેણું મારે સાચું રે. - ટેક

વાળી ઘડાવું વિઠ્ઠલ વર કેરી; હાર હરિનો મારે હઇયે રે.
ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો; શીદ સોની ઘેર જઈયે રે. મુજ.
 
ઝાંઝરિયાં જગજીવન કેરાં; કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વિંછુવા ઘુઘરા રામ નારાયણના; અણવટ અંતરજામી રે. મુજ.

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી; ત્રિકમ નામનું તાળું રે.
કુંચી કરાવું કરુણાનંદ કેરી; તેમાં ઘરેણું મારું ઘાલુંરે. મુજ.

સાસરવાસો સજિને બેઠી; હવે નથી કંઈ કાચું રે;
મીરાંબાઈ કહે પ્રભુ ગિરધરનાગર; હરિને ચરણે જાચું રે.


પદ ૨ જું.

ક્યાં ગયોરે પેલો મોરલીવાળો, અમારા ઘૂંઘટ ખોલી રે;
ક્યાં ગયોરે પેલો વાંસળીવાળો, અમને રંગમાં રોળીરે ——ટેક
હમણાં વેણો ગુંથી હતી, પેરી કસુંબલ ચોળીરે;
માત જસોદા સાખ પૂરે છે, કેસર છાંટ્યા ઘોળીરે. ક્યાં.