પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહેતો..

નરસિંહ મેહતા. સુખતણા સાગર સુયા, આનંદ કંદ વિનાશ; કેશવ કારણુ કહાને અમને, હું છું તમારી દાસ. માધવ તમારા મન તણી, કહેાને કરુગ્ણાનિધાન; તેડીને લાવું તેહને, જે તમારું જીવનપ્રાણુ. નિમિષ માત્રમાં નાચ્છ, લાવી કરું પ્રસંન; વાત કરતાં ત્રપતિ, ટળશે વડું વિધન. મહીધર મનમાં ધરા ધીરજ, નહિ અકળાયાનું કામ; નરસૈંયાના નાથજી, મને કહેાને તેનું નામ. ૨છ્યું. કૃષ્ણ-વળતા બાલ્યા જીગજીવનજી, પ્યારી રાધામહે છે મંનજી; છે ભીખુભાનની કુંમાર્જી, તે મારા નયનના રાણુગારજી. ઢાળ. શણગાર મારા નયનતા, ઉરતણા એ છે હાર; તન મન જોખન જીવતી, મારા પ્રાણુના આધાર. અખલા તે નેહે અવતયોં, મારે ત્રજ વિષે અવતાર; વસે તે ત્રિજની નારમાં, એમ નીગમ કહે નિરધાર. શ્રી વિશ્વ ધાયે મુજને, ત્રિજનાર મારું ધન; સર્વમાં શ્રેષ્ઠ સુંદરી એ, વેદ વાયક માન્ય. લલીતા તેનું રંગે રમતાં, શ્રી વૃંદાવન માઝાર; અંગનાને ઉરે લેખને, ભુજ ભીડ્યા તેણીવાર. રસ રીતે પ્રેમ પ્રિતે, કરતા સુધારસ પાન, તે મટ્યા પછી શું થયું, માનુનીને વાચ્યું માન રાધાલંપટ મેલી દેને મુજને, નિર્લજ સાથ શું તે; મુજથી વહાલી વાલમા, ઊર્ વિષે રાખી છે તેલ. કૃષ્ણકર મુકાવ્યા પાણુથી, રમા ભરાણી રાષ; વનિતા તે વન છેડી ગઈ, મુજને દઈ ગઈ દાખ ચતુરા ચિત્ત ચારી ગઈ, પ્રેમા લઈ ગઈ પ્રાણુ; મદનશર મારી ગઈ, કામની તે કામખાણુ. કમ કરું કહું જાઉં વે, યમ ધરું ધીરજ મન તારા સમ ને તારુણી વિના, ત્રયલ લાગે શુન્ય.