પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ચાતુરી.

ચાતુરી. તેજ સમે રસ તેજ સ્થાને, ઉપજ્યા તે અધિક આનંદ; રસિક જનને પાન કરવા, મુકીએ તે જ રાજ્જૈન. મૂર્ખ જડ પામે કહાં થકી, અન્ય ઉપાસીક જે; જેને કૃપા હાય નાથની, નિ:શંક પામે તેહુ. રસિકના રસ આગળ, અમૃત શું લેખાય; નરસૈંયા જુગ જુગ અવતરી, વિહાર ચરિત્ર એ ગાય. પદ ૮ શું મહાવન શ્યામની ને શ્યામજી, કરતાં કાટી કલા કામ; નંદનંદન પુરે મનની હામજી, ભુજ ભરીરમે ચારે જામજી. ભુજ ભરી ચારે જામ રાખી, ભાગવે રસ જામિની; અબળા તે ઉર ખળ કરીપિયુને, કુચપર લીધા કામિની. સરાજ સકામલ સુંદરી, માલતીની પેરે મુકું; ભ્રમર થઈ પીયુ ભાગવે, સુધારસ ગાકુલચંદ. સુરત સાધના સધળી રાગિની, રમે કાટી કલા કરી; મુદિત થઈ ત્યાં માનુની, લજ્જા પિયુની પરહરી. મૃગાનયની કરે મરકલા, માહની પિયુનું મન હરે; અતિ નિક્ત નાગર નાગરી, વિવિધ વન ક્રીડા કરે. પ્રેમદા સાથે પ્રેમસું, પિયુડે અતિ રંગે રમે; અધર ડસી કુચ કર મહી, કૃષ્ણ ચંદ્રપને ક્રમે. ભુજ ખલ ભીડી બાથરણું, સકસે બહુ કામિની; કનકવેલ ક્રેસમાંહે લપટી, જાણીયે ધન દામિની. ચુંબન ચારુ કપાલ પામી, પ્રેમનું પિયુડા દિયે; સુડીલા તે થઇને શ્રી હરી, અમૃતપે રસ મુખમાં દિયે. સ્વર્ગ મૃત્યુ પાતાલમાં, બ્રહ્મલાક ને કૈલાસ; વૈકુંઠમાં સાગર સુતા તે, કરે રસની આશ, ધન એ દિવસ ધન એ શેાભા, ધન ધન તેરાધિકા નાર; ધન ભેગવે વ્રજવિનતા, કહે કૃષ્ણ સાથે વિહાર. શ્રી વેંકાવન જમુના તીરે, ખૈસીટે રસ જામિયા; પ્રેમે પીયા રાસ રમિયા, ત્યાંહ નરસૈંયે ઝુલી રહ્યો.