પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નરસિંહ મહેતાની હુંડી કડવું ૧ લું-રાગ રામમો. શ્રીગુરુ ગેવિન્દને ચરણે લાગુંજી, સુષુપ્ત શારદા વાણી માગુંજી; અંતર્ગતમાં ઇચ્છા છે ધણીજી, ભાવે ભાંખું હુંડી શ્રીમેહેતાતણીજી. ૧ ઢાળ. હુડી શ્રીમહેતાછ તણી, અને વર્ણવું બુદ્ધિમાન; ધન ધન નાગર નરસૈયે, જેનું જુનાગઢ સ્વસ્થાન. કૃપા તે શ્રીશકરતણી, ઉપન્યા તે ભક્તિ ભાવ; ભવસાગર નરસૈંયા તાં, તે નાથ નામનુ નાવ. શ્રીકૃષ્ણે ધાયા ગુણુ ગાયા, તજી માયા મમતા; રાસ મંડળ નિરખિયુ, તેથી ટળી ગઈ ભ્રમતા. વિશ્વાસ તે વિશ્વભરતા, એ દાસનુ લક્ષણું; સસારમાં સરસ રહે, કરે હરિકથા કીરતન. લેકાવારી નવ ગણે, નવ ગણે નાગરી નાત; જેણે પ્રભુ સાથે પ્રીત આંધી, જેમ પડી પટાળે ભાત. મંડલીક વેલા નામ શખ્યું, શ્રીહરિએ આપ્યા હાર; ઉષ્ણુ જલમાં મેધ વરસ્યા, જ્યારે ગાયા રાગ મલાર. મનગમતુ કીધું કુવર બાઇનુ, માસાળુ લાગ્યા મારારી; સેવક જાણી શ્યામળાએ, હુડી તે શીઘ્ર શીકારી. વરણવું વિસ્તાર તેના, બુદ્દીને અનુસાર; હરખે જે હુંડી સાંભળે, તે તરે નર ને નાર. ચરિત્ર જે નરસૈંયા તણાં, તેથી પવિત્ર થાયૈ પિડ; જે સુણે ભણે ને અનુભવે, અવતાર તેને ધન્ય. તીરથવાસી કાઈ વટેમાર્ગુ, આવી પુર માંય; દુવારકાની હૂંડી લખે, એવા શરાફ્ છે નાણાવટી કાય. ૩ ૬ ' ૧૦