પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૯
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ઉત્તમ આસન ઉપરે, મેઢા રાજકુમાર; અંજિન જશ વર્ણવે, હરખ્યા લેાક અપાર. ચાપાઈ. વર કન્યાના પહોંચ્યા કાડ, જુગતે જુગતી મળી છે જોડ; રાજા રાણી રંગે રમે, કરે વિનાદ જે મનમાં ગમે. વળી સસરાની સાથે રાય, ભૃગયા રમવા કારણ જાય; એમ કરતાં દિન ઝાઝા ગયા, ત્યારે રાય ચિંતાતુર થયા. સાંભરિયાં ત્યાં મા ને બાપ, તનમાં અતિશે ઉપન્યા તાપ; પિતા સાભરે વારંવાર, આંખે આવે સુધાર. માતા સાંભરે પુષ્પાવતી, આણ્યા શાક હૈડામાં અતી; સુલેાચના સંભારી મંન, ડૈડું કાઢે કરે સ્ટંન જે પરણી મૂકી તે ઠાર, તેઢુ સાંભરે વારંવાર; ઘર મૂકીને ત્યાંથી વહ્યાં, વરસ અગિયાર પૂરાં થઈ ગયાં. સુલેચનાનું વચન સાંભર્યું, બાર વરસ ત્રીત્યા પછી મરું; જો મરશે તે હત્યા થાય, અવતાર એને એળે જાય. એમ કહી મૂક્યા નિ:શ્વાસ, પદ્માવતી તવ આવી પાસ; રામાએ દીઠું ત્યાં સુખ, દિલગિર જોઇને પામી દુઃખ. પાય નમીને ઉભી રહી, શા માટે ચિંતા ચિત થઈ; રાયે વાત વર્ણવી કહી, જેટલી વાર્તા આગળ થઈ. મુજને માટી તે ચિતાય, નારી મરૈ તા હત્યા થાય; વણુ તેડ્યો અહીંથી જો જાઉં, તરણાતુલ્યે હલકા થાઉં. એવી વાત કરે જેટલે, ચંદ્રાવળી આવી તેટલે; વળતી ગુણુકા ખેલી વાણુ, ખેાલા સાચું ચતુર સુજાણુ. શે કારણે તમે દુઃખ ધરા, મુજ આગળ સાચું આચરા; આપ વીતિ જે વાત થઇ, ગુણકા આગળ માંડી કહી. ગુણુકા કે ત્યાં જાશું અમા, શાક મનના ટાળેા તમા; રાજા કહે જૈ બે બે ગામ, અમારું ત્યાં જઇ લેજો નામ. પુરની ચર્ચા જો જો સાય, ત્યાં અમને સંભારે ક્રાય: જઇને ત્યાં ચેતાવા રાય, ચાર હત્યા શિર પર નવ થાય. ૬૫૧ પર પઢ ૬૫૧૪ ૫૫ ૬૫૬ ૬૫૭ ve ૬૫૯ ૬૬૧ ર ૩ ૬૪ ૩૮૯