પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૫
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. નાવે ડહાપણુ કીધ, ના આવે વિદ્યા ભણુતે; નાવે કરતે ફૂડ, નાવે ગુણુ જ્ઞાન ગણુંતે; ના આવે ગયે વિદેશ, નાવે વેચે દેહ દુઃખ; ના આવે જણુવ્યે જોર, નાવે તજે સુખ ભૂખે; નાવે પરાક્રમ પરવશે, ના આવે લાભ લાલચથી; શામળ કહે લક્ષ્મી લહર તે, આવે કર્મસચયથી. તેડી કહી નવ જાય, ઘણું ઘણું મહેનત માગે; ચિત્તમાં એને ચાહે, પ્રીપત પાગે લાગે; કસર કરે નવ રહે, નવ રહે વાવરતાં દાડી; પરપંચે તવ રહે, નવ રહે ધરમાં ગાડી; આશ કરેા મા એહુની, માની મમતા મર્મની; શામળ કહે લક્ષ્મી રહે, કબુલરેખ જો કર્મની. ચાપાઈ. લક્ષ્મી તેને લીલા લ્હેર, ઘી કાટી પ્રકારે કરે કલેાલ, દાલત બાંધી ઘેર; સુતને વરસ થયાં છે સાળ. આવે જ્યાં વિવાની વાત, ખેાળા પાથરે માત ને તાત; ઘણાં શ્રીફળ આવ્યાં ધેર, પુત્ર ન કરે પરણ્યાની પેર. સા ચાસ ઠેકાણે ઠામ, ના અક્ષર કહે નીજ નામ; પિતા કહે તું કહે જેને, પુત્ર પરણાવું હું તેહુને. પુત્ર કહે સાંભળને તાત, નહી કરું વિવાહની વાત; નારી જાત નિચ બુદ્ધિ ધણી, સગત નહી કરું તેતણી; અવગુણુનું એ મેટું પાત્ર, ન રહે તેમાં શુભ ગુણ માત્ર. છપ્પા. ૫૯ ૧ કર એક નમેરી નાર, ભાળવે પિયુને બ્રાંત; એક જીવતી કરે જાર, ખાર રાખે દિલ ખાંતે; એક વનિતા દે દુ:ખ, દુ:ખે દાવાનળ દાઝે, એક કરે અન્ય ભાગ, વિદ્વેગ ડરથી ધર ભાજે; પણ સુંદર નાર સુલક્ષણી, તારણુતરણુ સફળ ફળે; કવિ શામળ કહે સંસારમાં, ભાગ્ય અને ભામની મળે, ૫ ૪૦૫