પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૩
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા અન્નપૂર્ણા માહાત્મ્ય વિષે. જગત અન્ન આધાર, અન્ન દૈવત એ મોટું; અન્ન વણુ ન રહે જીવ, અન્ન વણ સરવે ખાટું; દેવ તુજ નર નાર, જીવે છે અન્નને નેરે; અન્ન વિનાનું સર્વ, અતિ અંધારૂં રે; પાલણ પાષણ પૃથ્વી વિષે, કૉરે કૃત કૂરણા; શામળ કહે છે સવા સહુ, આદ્ય શક્તિ અન્નપૂરણા. સિતા રામ તે એજ, એજ શ્રીરાધા કૃષ્ણુ; એમયા ને ઈશ, પંડિતે કીધું પ્રશ્ન; એ રાહિણી ને ચંદ્ર, એ જ બ્રહ્મા સાવિત્રી; મંત્ર જંત્ર ને તત્ર, એજ ગુસુનિધિ ગાયત્રી; અન્નપૂર્ણા સૌની ઈષ્ટ છે, બુદ્ધિવંત જન ખૂજશે; શામળ કહે અન્ન આધારથી, સર્વે ડહાપણુ સૂઝશે. અન્નપૂર્ણા વડી માત, જગત જીવાડજી જાણી; અન્ન વિના સઉ શૂન્ય, અન્ન વિષ્ણુ જીવે ન પ્રાણી; અન્ન વિના સુખ અલ્પ, અન્ન વિષ્ણુ ચરણ ન ચાલે; અન્ન વણુ ભાવે ન ભક્તિ, અન્ન વણુ મેાજ ન માટે; ઈશ્વર વહાલા નહિ અન્ન વણુ, ગાન તાન ગુણુ નવ ગમે; શામળ સેવા અન્નપૂરા, સકલ દુઃખ એથી શમે. પેટ ભરવા વિષે. પેટ કરાવે વેઠ, પેઢ' વાજાં વજડાવે; પેટ ઉપડાવે ભાર, પેઢ ગુણુ સૌના ગાવે; પેટ ભ્રમે પરદેશ, પેઢથી પાપ કરે છે; પેટ કરે છે જાર, પેઢતા સત્ય હરે છે; વળી સંચ પ્રપંચ અધિક કરે, પેટ કાજ નરકે પડે; શામળ કહે સાચું માનન્ત્ર, પેટ પાપ નરને નડે. વિષ પેટને કાજ, શાસ્ત્ર વાંચે ને શીખે; વિચરી વળી વિદેશ, ભગેલા થઈને ભીખે; 3