પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અનુભવબિંદુ.

કુંડલિયા.

પરમધામ પરમાત્મ હરિ, પ્રથમ કરૂં પરણામ;
પરમજ્યોતિ પરબ્રહ્મ સદા, જ્યાં નહિ રૂપ ને નામ.
ત્યાં અણછતો, થૈ પરણમું, વર્ણવુંવાજ્યવિલાસ [૧]
જ્યાં મન વાણી પહોંચે નહીં, ત્યાં શું કહી સ્તવે [૨] દાસ.

નિર્ગુણમાં ગુણ અણછતા, આરોપી [૩] અખે ઓચર્યું;
સત્ય સત્ય પરમાતમા, હું નહિ એવી સ્તુતિ કરૂં.

છપ્પય

નિર્ગુણ ગણપ્તિ નામ, ધામ ધર [૪] ગુણને આલે’
સ્તુતિ અંબરાતીત [૫], દ્વૈતનિર્લિંગી [૬] નરાળે.
ત્યાં આરોપ્યા ગુના ઈશ, શીશ ઢળે જેને ચંમર.
નિકટ રહે અષ્ટસિદ્ધિ, નિધિ નવ ને બહુ અંમર [૭]
સુર વિણાધર [૮] તેથકે, ચિદ્શક્તિ મહા સરસ્વતી;
જમલો [૯] જાણી અખો સ્તવે, સર્વાતીત [૧૦] સર્વનો પતિ.

અનુક્રમે કહું એહ, જેહ છે પ્રપંચપારે;
તત્ત્વમસિપદ [૧૧] જેહ, તેહ કહું વાની ઉચારેં.
કૈવલ્ય ઈશ્વર જીવ, ભેવ કહું વિવિધ વિચારે;
અંબરવત [૧૨] મન થાય, જાય ગુણ તત્ત્વજ ધારે;
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ધર, બોલે અખો વાની અમળ[૧૩];
એ ભાષા બ્રહ્મવિચાવિધિ, સઅમઝે તો નર જળકમળ [૧૪].

જાણીને જગદીશ, સહીશ સદ્ગુરુને નામી;
અવસર છે આ વાર, સાર શ્રીપતિ ભજ સ્વામી;
તે જાવું નથી દૂર, ઉર અંતર અવલોકી [૧૫];
ટાળ અસત અહંકાર, ચાર [૧૬] સ્થળે રહ્યો ઈ રોકી;
ચરણકમળ ગુરુદેવનાં, સેવંતાં સદ્ય હરિ મળે;
જેમ અર્કતણા [૧૭] ઉધ્યોતથી[૧૮] , અખા અંધકાર સેજે ટળે.


  1. વચનનો વિનોદ.
  2. સ્તુતિ
  3. કલ્પી
  4. ધરીને
  5. આકાશથી પર
  6. દ્વૈતના ચિહ્નથી રહિત
  7. દેવ
  8. સરસ્વતી
  9. બધાનો સમૂહ
  10. સર્વથી પર
  11. તે બ્રહ્મ તું ચે એવું વાક્ય
  12. આકાશના જેવું
  13. નિર્મળ
  14. જળમાંના કમળની પેઠે
  15. જો
  16. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. એ ચાર
  17. સૂર્યના
  18. પ્રકાશથી