પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૪
અખો.


વલી કહું એક દૃષ્ટાંત, શાંતિ મન સુણતાં પામે;
પુરુષે કરીયું શયન, ઘેન જેમ જાગ્રત વામે;
વધ્યો સ્વપ્ન સઅંસાર, પારણે પોઢ્યો રોજે;
હય હસ્તી નહિ પાર, ચાર પ્રિય પુત્ર બિરાજે;
લક્ષકોટિ રૂપે અખા, જંત જેમ એક વિસ્તર્યો;
સર્વાતીત એમ આત્મા, એ પરે સભરો ભર્યો. ૧૦

જેમ વારિધ કેરૂં વારિ, સઅકળ દિશામાં ચાલે;
પૃથ્વીપર પથરાય, વનરાજી સહુ ફુલે ફાલે;
ઊગરતું રહે અંબુ, સર્વ ઢળી આવે ઢાળે[૧];
તે નામ નદીનું ધરાય, ન્હાય સહુ મહિમા ભાળે;
ગર્વ ભરી ગાજે અખા, સરૂં ન લહે સરિતા સહી;
જેમ સાગર તેમ શ્રી હરિ વચેં, જીવ નદી થઇ હું વહી. ૧૧

જીવ થતાં જંજાળ, કાળ માયાવશ પડિયો;
પિતૃ ઋણ ગ્રહા દેવ, સેવની વણજે જડિયો;
ધન દારા સુત માત, તાત જીવિકા વશ વરતે;
આંધક ન્યૂનતા જોઇ, તોય છુટે નહિ મરતે;
અનસમઝે અહમેવ [૨] વશ, મર્મ ના સમઝે મંદમતિ;
પ્રપંચ્માંહી પચ્યો અખા, જેમ સર્પ પરશે વણ સે દધિ. [૩] ૧૨

અકસ્માત ઉલાળ, કાળા જોગે દેહ કરણી;
તેમ આત્મ ઉદ્યોત, જ્યોતિમધ્યે આવરણી;
જ્યારે ઉઅપ્જે ભાવ, સાવા સ્વતંતરા થાવા;
પ્રગટેભક્તિ વિરાગ, માગ જડે નિજ ઘર જાવા;
ચરણકમલ ગુરુદેવને, શરણ જતાં ચિદ [૪] ઉપજે;
સદ્ગુરુ પરમ શુદ્ધ શોધતાં, અખા પામી લે વરા વિજે. ૧૩
   
સાન સામી કહે સંત, જંત હરિ દેખે જ્કમલો;
ઉજ્જ્વળતા જેમ થાય, જાય જો કાશળ [૫] કમળો [૬];
અહમેવ વર્જિત અંગ, લિંગા લીન થાયે લેખે;
સમી જાય સકલ વિકાર, પાર મન પામે પેખે;
આલોચે અંબરવિષે, લીન થાય લક્ષે કરી;
જંત જાય નિજ આલયે [૭], અખા જાલ સર્વે પરહરી. ૧૪


  1. નીચાણમાં
  2. હું જ
  3. દહિ
  4. જ્ઞાન
  5. દુઃખ આપનાર
  6. અજ્ઞાન રૂપ કમળો
  7. આત્મારૂપ ઘરે