પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૫
અનુભવબિંદુ.


જેમ વર્ષા ઋતુ જાય, શરદ ઋતુ રૂડી દીસે;
દામિનિ[૧] દોડી પલાય, વાય મન હળવા હીંસે;
ચહુદીશ ચમકે ચંદ, દ્વંદ્વ બો મનનો ભાંગે;
તેમ ભાંગે ભવભ્રાંતિ, કાંતિ જેમ દ્વિતીયા આગે;
વિમળ વપુ હોય વારિ, ચતુર લિંગા દેખી લહે;
ચિદાકાશ ચિનમય અખા, ધ્યાતા ધ્યેય સમરસ રહે. ૧૫

જેમ દીપક તે વહની, વહની દીપકા નહિ દોએ;
તેમ સેવક સ્વમી જાન, વાણી કેવાની હોયે;
જેમ સૂરજ ને કિરન, ચરન સંમુખ જેમ દેહે;
તેમ ચે આ વ્યવહાર, પાર જડે જુવે તેહે;
જીવાન્મુક્ત કહેવાય અખા, વચન ન લાગે તે સ્થળે;
ગુરુગમે આલોચતાં, સહજપણે સર્વે કળે. ૧૬

ક્યાઠો ક્યાંયેજાય, કાંઇ નહિ કશો જ કે’વા;
વચન તહાં ન સમાય, જાય કોન કેને લેવા;
ક્યાં ચે તે વણ ઠામ, ધામથી દૂર કે નેડો [૨];
ક્યાં ચે ઉંચ નીચ, ક્યાં ચે મધ્યે કે છેડો;
કાંઇ અવકાશ નહિ તે વિના, અધિક ન્યૂન નહિ શું કરૂં;
શ્યાથી શું કાઢું અખા, શ્યામાં શું લાવી ભરું. ૧૭

કેને કહું હું મર્ત, તર્ત જો જીવતે દેખું;
કેને કહું હું સ્થૂલ, મૂળા જે સક્ષમ પેખું;
કેને કહું હું મહાભાગ, લાગા નહિ હીણો કે’વા;
કેને કહું હું નીચ, ઊંચ સ્થળ નહિ કોઇ રે’વા;
વેત્તા [૩] વિણ વિજ્ઞાન વિના, કોણ અખા કેને કહે;
જ્યાં નહિ શબ્દ ઉચ્ચાર વિધિ, ચિદાકાશ ચિદ માં લહે. ૧૮

નહિ લેનારો કોય, દોય નહિ દિલમાં ધરવા;
એવું અચરજ એહ, ચે નહિ પંથ વિચારવા;
જ્યાં નહિ શબ્દોચ્ચાર, સઆર ચે ત્યંહાં જાવા;
ઉપાય ઉપાયાંતર નહીં, તહાં છે કાંઇક સાવા;
આપ મરતાં એ અખા, સેહેજે સહજ સરાઇયેં;
લેખે લિંગ લાગે થકે, વણ બોલે શું ગાઈયેં. ૧૯


  1. વીજળી
  2. પાસે
  3. જાણનનાર