પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૬
અખો.


જેમ રુદના રણમાંય, કરે ત્યાં કો કોણ વારે;
તેમ જાણવાં કર્મ, ધર્મ સહુ અર્થ જ સારે;
તિમિર ભરીને પાત્ર, -થકી જન રહ્યો ઉલેચે;
જેમ કુસુમ [૧] આકાશ, તાસ [૨] લહિ ઘર ઘર વેચે;
તેમ અધ્યાતમજ્ઞાનવિના, કૃત્ય સકલ જાણે અખા;
મંદમતિ માની રહ્યા, કરતા દીસે પખપખા [૩].૨૦

કૈ કરતા દીસે ગાન, તાનને સાધન માને;
કૈ વર્ણાશ્રમા અભિમાન, -વાન અસમંજસ [૪]ભાને;
કોય સાધે અષ્ટાંગ,સ સાંગ કાયાકૃત જાણે;
કો કરે પૂર્વ જ દેવ, સએવ અધિકતા આણે;
એ સર્વે કાયક્લેશ છે, મન મલિનતા એ સહી;
અખા તક્રના [૫] પાનથી, અંગ તાપ ઉપજે નહીં. ૨૧

કૈ ષડ્દર્શનના જ્ઞાન, -વાન જિહ્વાની અગ્રે;
કૈ ઈશ્વર થૈ પૂજાય, ગાય જશ નગ્રે નગ્રે;
કોય કવીશ્વર થાય, પાય પૃથી પતિ લાગે;
કોય થાય દાનેશ, ઈશ કર્ણાદિક આગે;
તહાં લગી જાણો અખા, ના શમી સઘળી વાસના;
લિંગનો ભંગા થયા વિના, સર્વે મનની ઉપાસના. ૨૨

ભૂત ભવિષ્યની વાત, સાત કોય કૈને આલે;
કો કહાવે ત્રિભુવન્નાથે, હાથ મુખ બીડી ઘાલે;
કોઈક સુર તેત્રીશ, ઈશને એ અજ દેખાડે;
કો કરે પ્રૌઢી[૬] કાય, અંડકટાહજ [૭] ફાડે;
તોએ તે જાણે અખા, માયાએ મર્કટ કર્યા;
વાસનાદોરી કંઠમાં, કાળનાટ્ય સાથે ફર્યા. ૨૩

માટે જન તું જાણ, વાની લે વિવિધ વિચારી;
તે ન્હોય કવિત ને ગીત, દ્વૈતનું મૂલ સંસારી;
જે કાપે નિજ અંગ, ભંગા કરે ચતુરા દેહનો;
તે છે ખાંડું એહ, છેહ જે જુવે તું તેહનો;
ગુરુતનિ દૃષ્ટે જોતાં અખા, ઘેન તે સર્વ વામિયે;
આજ્યાતણું [૮] જે પારખું, તે ખાંડશું ખાતાં પામિયે. ૨૪


  1. ફૂલ
  2. તેને
  3. પોતપોતાનો મત
  4. અયોગ્ય
  5. છાશના
  6. મોટી
  7. બ્રહ્માંડરૂપી કડાયાનેજ
  8. ઘીનું