પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૭
અનુભવબિંદુ.


સર્વે માયા જાણ, આણ મન મુળગે ઠામે;
આપથી બીજું તેજ, વિધન રે’છે નિજ ધામે,
જેમ રાજપુત્રનો ન્યાય, ઉપાય ત્યાં તેમજ કરવો;
જ્યેષ્ઠ કનિષ્ટક ભ્રાત, તાત્લગ વાંછે મરવો;
તે માટે અભ્યાસ તું કરી લે અખા એ વિધે;
દ્વૈતતણો આયાસ છે, તે ટાળે તમ કૈ વિધે. ૨૫

જે દેખે ત્રિભુવના ઇશ, તોય વિશ વિશ્વા [૧] માયા;
જે દેખે સિદ્ધવંત, અંતા નહિ અમરકાયા;
જો તું દેખે સ્વર્ગ, વર્ગા જાણે માયાનું;
ઉત્તમ મધ્યમ વાત, શાંત એ કૃત કાયાનું;
પસર્યું સર્વ સંકેલજે, મને માન્યું મિથ્યા થશે;
અખા એજ આલોચતાં [૨], સુરત સહજ તનમાં હશે. ૨૬

મોટા મંદિર બહાર, ચાર દિશ કાચો ઢાળ્યા;
નીલ પીત બહુ રંગ, ઢંગના ભેદો ભાળ્યા;
ઉગ્યો શશિ કાં સૂર, દૂરથી અતિશે ઝળકે;
દેખાડે બહુ રૂપ, ધૂપ વિવિધ પેર ચળકે;
અખા ઉપર અવલોકતાં, તહાં તેમનું તેમ છે;
તેમ ત્રિલોકી જાણજે, એક વસ્તુ વડે એમ છે. ૨૭

નવ ભુલ્કીશ તું ઘાટ, નાટ સૌ જાણે ખોટું;
પિંડ તેવું બ્રહ્માંડ, છાંડ સૌ નાનું મોટું;
સૂક્ષ્મ તેવું સ્થૂળ, સ્થૂળ સૂક્ષમ નહિં અંતર;
નારીકુંજર [૩] ચીર, ધીરે થઈ જુવે પટંતર.
પૂતલિ જોતાં બહુલતા, પૂતળિકા દૃષ્ટો પડે;
હસતી [૪] તેમ વિરાટ અખા, દિસે બહુલતા એવડે. ૨૮

એથી આઘો ચાલ, ઘાલ જામ આપક ખાવા,
છાંડ પિંડ બ્રહામાંડ, સ્થૂળ નથી કો ગાવા;
જીવ ઈશ્વરને દોય, કોય નથી એણે ઠામે;
સ્ત્રી કુંજર દૃષ્ટાંત, જંત ઈશ્વરને ધામે;
વિલ્યમાં કોઈ અખા , બુદ્ધિબળ પહોંચે નહી;
એ સ્થૂળ સૂક્ષ્મ દૃષ્ટાંતને, કોઈ ધીમંત [૫]શકે ગ્રહી.૨૯


  1. વસા
  2. જોતાં
  3. પુતળીઓનો હાથી
  4. હાથી
  5. બુદ્ધિમાન