પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૮
અખો.


જેમ પર્વતની મોઢ, દીસે તેની તે માટે;
હોય કોશ દધ વીશ, તોયે નિકત એમ નાટે
તેવડે દીસે તેહ, એહ મરમ પરબ્રહ્મે;
નહીં બોલવા લાગ, પાગા છબે[૧] નહિ કર્મે;
તું એવું જાણી રહે અખા, લિઁગભંગ સહેજે હશે;
અન્ય ઉપાય જંજાળ છે, તે ટાળ્યે પ્રૌઢું થશે. ૩૦

સાધન સર્વ વિચાર, બુદ્ધિથી જોને શોધી;
હું નહિ તું નહિ તેહ, નહીં ઘર મૂક વિરોધી;
ગુરુ થા તારો તુંજ, નથી કોઈ બીજો ભજવા;
બાહ્ય સુરતને ટાળ્ય, વાળ્ય અંતરમાં સજવા;
જેમ છે તેમનું તેમ અખા, થયું ગયું કાંઈ નથી
આપે આપ આનંદધન, સ્વસ્વરૂપ જોયું નથી. ૩૧

એ અનુભવ પરમાન, જાણે જે રાખે રૂદિયે;
સમઝતાં સમઝાય, જાય નિશિ અરકને ઉદિયે;
એ અનુભવ ભાંખ્યો ઇશ, શીશ નમી પૂચ્યું ઉમિયા;
એ અનુભવ કહ્યો વિશિષ્ટ, તુષ્ટ યૈ રઘુપતિ બનિયા;
એ અનુભવ શુકદેવને, જનકા વિદેહે ભાખિયો;
એ અનુભવ નારદે અખા, વેદ વ્યાસ પ્રતિ દાખિયો. ૩૨

એ અનુભવ કહ્યો હંસ, બ્રહ્મસનકાદિક પ્રીછ્યા;
એ અનુભવ કહ્યો કપિલ, દિલ દેવહુતિ ઇચ્છ;
એ અનુભવ કહ્યો વેદ, ભેદ જે ચૌદમે[૨] કાંડે;
એ અનુભવ કહ્યો શુકદેવ, ભેદ જે સુણ્યો બ્રહ્માંડે;
એ અનુભવ પરિપૂર્ણ છે, ઠામ ન ઠાલું હરિ વિના;
સુર અસુર માનવી અખા, એ સમાઝ્યા વિણ નિર્ધના. ૩૩

એ અનુભવ કહ્યો કૃષ્ણ, પ્રશ્ન પૂછ્યો જો અર્જુન;
ગીતા અમૃત પાન, જ્ઞાન ગંગાજળ મજ્જન;
એ અનુભવ કહ્યો ભીષ્મમ ધરમપ્રત્યે પર્વ [૩]શાંતે;
એ અનુભવ અવધૂત [૪], શિવસુત પ્રતિ [૫] એકાંતે;
અખા એજ અનુભવ ખરો, જેણે મહાજન નીપના;
લિંગભંગ થયા વિના, સૌ સાધના કાળને સેવના. ૩૪


  1. ઠરે
  2. શતપથ – બ્રાહ્મણના ચૌદમા કાંડમાં – બૃહદારણ્ય કોપનિષદમાં
  3. શાંતિ પર્વમાં
  4. દત્તાત્રેય
  5. કાર્તિકેય પ્રતિ