પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૯
અનુભવબિંદુ.


એક અજુનું દોજ [૧] ભોજ્ય ધૃત નાવે શતથી [૨];
જેમ ફુલીનો [૩] આહાર, ફાર દીસે બહુ વતથી;
જેમ બદ્રીનો[૪] વેપાર, સાર સહું ઉગરે તેહને;
જેમ ઝાકળની વૃષ્ટિ, અર્થે શું આવે મેને [૫].
તેમ અણલિંગિ અનુભવવિના, સઆધન જે સર્વે કહ્યાં;
આકનું [૬] ફળ શોભે અખા, પન તૂલ થૈ ઊડી ગયાં. ૩૫

પારસનો ધનવંત, અંત જેમ ધનનો નાવે;
તેને વસ્તુ નહિ દુઃપ્રાપ, ખાય પેરે જ્યમ ભાવે;
જેમ રવિરથ બેસે કોય, તેહ તો સર્વે દેખે,
જેમ પંખી મળે લખકોટિ, જોદ્યા નહિ અનળજ [૭] લેખે;
તેમ મહા અનુભવ આગળ અખા, કૃત્ય સકળ લેખો નહી;
પરબ્રહ્મની પ્રૌઢતા, તે રસના શું શકે કહી. ૩૬

એજ છપા ચતરીશ, ઈશ અજનું ચે જીવન;
એજ સુધારસા પાન, દેવ અંશીનું પીવન;
તત્ત્વજ્ઞાન ઉઅપ્દેશ, લેશ લહી તેહજ ધારે;
જે હરિનો અવતાર સાર ગ્રહી તેહજ ધારે;
જેમ ઘટમધ્યે આકાશ રે, તેમ સંસારી મધ્યમાં;
એ આરોપી કહે અખો, જો જાનો તે અવધ્યમાં [૮]. ૩૭

જણ્યો નહી કોય જંત, તન શું કાળું ગોરૂં
કેનો કૌં તાત માત, જનમા જ્યાં ન મલે છોરૂં;
છતે અણછતી વાત, ઘાટ આવે તો આવે;
વાંઝ્યતણો સુત જેહ, તેહ જતી રણ ફાવે;
અખા એજ અકથ કથા, સમજુ નર સમજી જશે;
અહા અનુભવ આકાશવત, પણ ખેતર સરખો [૯] ઉગશે. ૩૮

જે સુણશે નર નાર, સાર વસ્તુ તે સાશે;
બ્રહ્મ હેમાળો [૧૦]જેહ, દેહ ગળી જળમાં જાશે;
જેમ પવને જાય બરાસ, આડ્ય કીધા વણ ઊડે;
તેમજ બ્રહ્મ વિચાર, સઆર પામે સત ગૂઢે;
જે જાણો તે જાણજો , બુદ્ધિ મને એમ ઓચર્યું
નિમિત્તમાત્ર અખો કહે, જે જાણે તેણે કર્યું. ૩૯


  1. દુઝણું
  2. સોથી‌
  3. ધાણીનો
  4. બોરનો
  5. વરસાદને
  6. આકડાનું
  7. આકાશમાં જ સ્થિતિ કરનારું પક્ષી
  8. હણી ના શકાય એવી સ્થિતિમાં – બ્રહ્મમાં
  9. ક્ષેત્ર સમાન – પાત્ર પ્રમાણે.
  10. હિમાલય