પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪૨
અખો.

કાયા ચલણવલણ કરે નરની,ગમનધાવન બહુ ભાવે રે;
પુરુષવિના પ્રતિબિંબ ન હોયે,ચેતન સહેજ સ્વભાવે રે. તું પૂ ૦(૧૪)
સ્વેં ચેતન જડ સરખું ભાસે,આપે તે ભૂત આકાર રે;
નૃત્ય નિધાન કરતાં કૈવલ્ય,ભાસે ચૈતન્ય સાર રે. તું પૂ ૦(૧૫)
તું તારી ઇચ્છાએ પ્રાણપતિ,અક્ષર તણી લે ઓટ રે;
દર્શનમત નાનાવિધિ ચાલે,ભેખ ટેક કોટે કોટ રે. તું પૂ ૦(૧૬)
દેશ દેશ ભાષા ભિન્ન ભિન્ન બોલે,ચાલ ચરિત્ર આચર્ણ રે;
રૂપ રમણ આકાર અનેરાં,પવન તેજ નિર ધર્ણ રે. તું પૂ ૦(૧૭)
જળચર થળચર ખેચર તું હરિ,ક્યાંક મિશ્રિત તું હોય રે;
ક્યાંક પંડિત મૂરખ સાધારણ,આપથી ન અળગો કોઇ રે. તું પૂ ૦(૧૮)
જીવ ઇશ્વર તું તુજને ઠરાવે,અળગો કલ્પે આકાર રે;
કલ્પિતમાં પરમેશ્વર નાવે,અકળિત આપ અપાર રે. તું પૂ ૦(૧૯)
દીસે તેવો તું ત્યાં ન હોયે,છે તે સર્વે ઇશ રે;
તું તુજને જાણે નવ જાણે,દેવ દૈત્ય જગદીશ રે. તું પૂ ૦(૨૦)
બોલતાં બીજું થૈને ભાસે,કહેતાં કવતાં ને ગાતે રે;
પોતાનાં પરાક્રમ હોતામાં દીસે,તેટલે નહીં શ્થૂલ જોતે રે . તું પૂ ૦(૨૧)
વણસતું દીસે પણ નહિ વણસે,રેય દીસે ન રેવાય રે;
અટપટું દીસે સત્ય સર્વથા,કેતું દીસે ન કેવાય રે. તું પૂ ૦(૨૨)
નિત્ય અનિત્ય મિત અમિત ન થાય,શબ્દાતીત ચૈતન્ય રે;
અન્ય અભ્યાસે ખાંતે ગાયો,વન્યગતે નહિ અન્ય રે. તું પૂ ૦(૨૩)
'કૈવલ્યગીતા' નામ સંજ્ઞાએ,આપે તે નિજ આનંદ રે;
સમજતાં શ્રીપતિ સ્વેં થાયે,અખા એ કૈવલ્યકંદ રે. તું પૂ ૦(૨૪)