પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના. પ્રાચીન કવિઓનાં કાવ્યે લેાકામાં એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં છે કે, સાંપ્રત કાળના કવિએ તેમની આગળ હારી જાય છે; એટલે આ સગ્રહ ઘણે અગત્યને છે, એમ કહેવામાં કશો દોષ નથી. પહેલા ગ્રન્થની એ આવૃત્તિ થઈ ને પાછળથી ઘણા ગૃહસ્થા તરફથી આ ગ્રન્થને આશ્રય આપવાનું ઠર્યાથી કવિતાના સઘળા સંગ્રહ બહાર પાડવાનું ઠરાવ્યું છે. દરેક વિનું ચિત્ર આપ વામાં આવશે ને તેનાં કાવ્યપર ટીકા દે સ્થળે થશે, એટલે એ સબંધી આ પ્રસગે કઈ પણ માલવું વ્યર્થ છે. રા. રા. છગનલાલ ઠાકારદાસ મેદી બી. એ, રા. રા. ઇચ્છાલાલ પર- માનંદદાસ, ડા. વિજભુખણુદાસ ધનજી, અને રા. કીલાભાઈ દુલભદાસ એલ. સી. ઈ. ને આ ગ્રન્થને લગતા હસ્તલિખિત લેખે શેાધી આપવા માટે તથા કવિ સવિતાનારાયણુ ગણપતિનારાયણ તથા ભાઈ વનમાલી લાધા મેાદીના ગ્રન્થના સંશાધનમાં મદદ કરવા માટે ઉપકાર માનું છું. ખાસ કરીને ધીરા ભક્તનાં કાવ્ય માટે બે શબ્દ કહેવા અગત્યના છે. એ કવિનું કાવ્ય તેના પુત્રના પુત્ર, જે, ગોઠડામાં રહે છે, તેની પાસે, જે જૂની પ્રત છે, તેમાંથી ઉતાર્યું છે. ધીરા ભક્તના પૌત્રની દશા એટલી તેા દિન- હીન છે કે, હાલમાં અન્નને ને દાંતને વેર જેવું છે, છતાં તે, એ કાવ્યસંગ્રહુ કોઈને પણ પૈસા લઈ આપતા નથી. ઈચ્છારામ સૂ. દેશાઈ. જાનેવારી ૧૮૮૭ }