પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૭
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. અડગ પગે તે ઉભા રહ્યા, વળી ભય નત્ર લાવે કાય; જાણે પખીને પીડા ઉપજશે, એવી પીડા ધણી દિલમાંય. ચારે દીશે જાય ચારા સારુ, વળી આવી વસે ત્યાં રાત; પછી ઈંડાં મટી ઈંડજ થયાં, ગયાં ઉડી પરભાત. તાય જાજળી નૈઈ રહ્યા,દિન કેટલાક સુધી વાટ; પાછાં ન આવ્યાં પંખી જ્યારે, ત્યારે તજ્યા મન ઉચ્ચાટ. એના જેવી દયા દીલમાં, રાખવી અતિ ધરી ધીર; ઝીણા માટા જીવનું, સહેવુ સુખ દુઃખ તે શરીર. આપણે અંગે પીડા આવતાં, જો થાય સર્વને સુખ; તે ભાવે કરી ભાગવીએ, દીલમાં ન માનીએ દુ:ખ. અલ્પ જીવની ઉપરે, રાખવા નહીં રાષ એક રતિ; સ્થાવર જંગમ જીવ ઉપર, પરહરવી હિંસક મતિ. પરને પીડા કઈ પણ કરવી, એ તે કામ છે કસાઈનુ; સાધુને સુખ થવા ઇચ્છવુ, એ કૃ સત સુખદાઇનું. એ મત ખરા હરિ ભક્તિના, નવ પીડવા પ્રાણુ ધારીને; નિષ્કુલાનના નાથજી રીઝે, એવુ કરવું વિચારીને, કડવું ૫૫ મું. અરુણી, ઉપમન્યુ, આપત્ય, ધૌમ્યના શિષ્યજી, ગુરુ આજ્ઞામાં વરતે ગૃહનિસજી; જાય અન્ન જાચવા, હરખે હમ્મેશજી, આણી આપે ગુરુને, ન આપે ગુરુ તેને લેશજી. ૧ લેશ ન આપે જ્યારે શિષ્યને, શિષ્ય જાચે અન્ન પછી જઈ, ત્યારે ગુરુ કહે ગરીબ ગૃહસ્થને, ફરી ફરી પીડવા નહીં. ત્યારે પણ પળી પીને વળી, કરે છે તેહ નિર્વાહ; ત્યારે ગુરુએ પય વીણની, પાડી છે ચાખી નાહ. પછી ખાધાં તેણે ક્ષુષામહી, આમ્રપાન થયા તેહુ અધ; વનથી આવતાં વાટમાં, પડી ગયા છે રૂપ મધ્ય આવ્યાની વેળા વહી ગઇ, ત્યારે ગતવા ગુરુ નીસર્યાં; પાકાર કરતા પડેલ કૂવામાં, સામ સામા સાદ કર્યો. પછી કુવામાંથી કાઢી કહ્યું, ઊપમન્યુ તુ છે મારા દાસ; મુને તેં પ્રસન્ન કર્યો હવે, માગ કઈ એક મુજ પાસ ' ૫ G ૧૦ ર ૐ ૫૮૭