પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
બાળલીલા.

બાળલીલા. પદ ૧ મું જમા જમા ૨ જીગદાધાર, જુગતે જમાડું; શામળીઆ સર્જનહાર, રંગભરી રમાડું. પુરી સુંદર સાર, પુર કપુરે વાસી; સીરાવા સાકર દૂધ, હરીની હુ દાસી, મારે ધરે ધરી રહ્યું હું, ઘી ભરી છે વાઢી; હુ હારું રે મારા હાથ, જીવન જમાડી. પીરસું પીરસું રે પાળીપાક, સુવાળી સેવુ છે; મારું મંદીર જી મહારાજ, જોવાને જેવુ છે. બેસે એસા રે મંદિર માંહે, છેગલીયાં છેડીને; શું કરશે દુરિજન લેાક, મુખડાં મેાડીને. મારે નહિ રે કાર્યનું કામ, કામ તમારું છે; મારે તમ પ્રતાપે શ્યામ, સરવે સારુ છે. પીયે. પીયા રે પૂર્ણાનંદ, જીવન જળ લાટા; મુખવાસે બીડી પાન, ગંગેરી માટા. નરસૈંયાના ઠાકાર ઠીક, મન મારું માહ્યું છે; શામળીયા જાણુ સાધુ, સામુ જોયુ છે. I w ૪૫