પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વલ્લભભટ

અમદાવાદનો ભટ મેવાડો સંવત્ ૧૭૯૦ સને ૧૭૩૪ માં હૈયાત
હતો. એ માતાનો ભક્ત, ઘણુંખરું ચુંવાળમાં રહેતો.
“વલ્લભ ધોળાકી જે” એવું જે માતાના મંદિરમાં
બોલાય છે, તેમાંના એક એ હતા.

આનંદનો.

ગરમા છંદ.

આઈ આજ મુંને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા.
અળવે આળ પંપાળ, અપેક્ષા જ આણી મા,
છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા.
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તહારો મા,
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા.
તોતળા જ મુખ તન્ન, તાતો તોય કહે મા,
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લ્હે મા
નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઇ જાણું મા,
કળી કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા
કુળજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા,
મૂરખમાં અણમીલ, રસ રટવા વિચર્યો મા
મૂઢ પ્રમાણે મત્ય, મન મિથ્યા માપી મા,
કોણ લહે ઉત્પત્ય, વિશ્વ રહ્યા વ્યાપી મા
પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પલ પ્રીચ્છું મા,
પૂરણ પ્રગટ અખંડ, અજ્ઞ થકો ઇચ્છું મા
અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા,
પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા
રસના યુગ્મ હજાર, એ રટતાં હાર્યો મા,
ઇશેં અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦
માર્કંડ મુનિરાય મુખ , માહાત્યમ ભાખ્યું મા,
જૈમિની ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા. ૧૧