પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮૭
આનંદનો.

જળ જે અકળ અઘાત, ઉતારે બેડે મા,
ક્ષણ ક્ષણ નિશદિન પ્રાત: , ભવસંકટ ફેડે મા. ૧૦૨
ભૂત પ્રેત જંભુક વ્યંતર ડાકીની મા,
ના વે આડી અચૂક, સમર્યે શાકીણી મા. ૧૦૩
ચકણ કરણ ગતિ ભંગ ખુંગ પુંગ વાળે મા,
ગુંગ મુંગ મુખ અબધ વ્યાધિ બધી ટાળે મા. ૧૦૪
શેણ વિહોણા નેણ નેહે તું આપે, મા,
પુત્ર વિહોણા કહેણ દૈ મેણા કાપે મા. ૧૦૫
કળી કલ્પતરુ ઝાડ, જે જાણે તૂં ને મા,
ભક્ત લડાવે લાડ, પાડ વિના કેને મા. ૧૦૬
પ્રગટ પુરુષ પુરુષાઈ, તું આલે પળમાં મા,
ઠાલાં ઘેર ઠકુરાઈ, દ્યો દલ હલબલમાં મા. ૧૦૭
નિર્ધનને ધન પાત્ર, કર્તા તૂં છે મા,
રોગ, દોષ દુઃખ માત્ર, હર્તા શું છે મા ? ૧૦૮
હય, ગજ, રથ સુખપાલ, આલ્ય વિના અજરે મા,
બીરદે બહુચર માલ, ન્યાલ કરે નજરે મા. ૧૦૯
ધર્મ ધજા ધન ધાન્ય , ન ટળે ધામ થકી મા,
મહિપતિ મુખ દે માન્ય , માં ના નામ થકી મા. ૧૧૦
નરનારી ધરી દેહ, જે હેતે ગાશે મા,
કુમતિ કર્મ કૃત ખેહ, થઈ ઊડી જાશે મા. ૧૧૧
ભગવતી ગીત ચરિત્ર, જે સુણશે કાને મા,
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા. ૧૧૨
તું થી નથી કો વસ્ત જેથી તું ને તર્પું મા,
પૂરણ પ્રગટ પ્રસશ્ત, શી ઉપમા અર્પું મા. ૧૧૩
વારંવાર પ્રણામ, કર જોડી કીજે મા,
નિર્મળ નિશ્ચય નામ, જગજનનીનું લીજે મા. ૧૧૪
નમો નમો જગમાત, નામ સહસ્ત્ર તાહરે મા
(નમઃ ૐ નમઃ ૐ જગમાત નામ સહસ્ર તાહરે માં . એવો પાઠ ભેદ પણ છે),
માત તાત ને ભ્રાત તું સર્વે માહરે મા. ૧૧૫
સંવત શત દશ સાત, નવ ફાલ્ગન સુદે મા,
તિથિ તૃતીયા વિખ્યાત, શુભ વાસર બુધે મા. ૧૧૬