પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાવીર


આવી પડે. તેમાંથી બચવાનો પ્રયત્ન કરવો નહિ. એમનો એવો અભિપ્રાય હતો કે ઉપસર્ગો અને પરિષહો સહન કરવાથી જ પાપકર્મોનો ક્ષય થાય છે અને ચિત્તની શુદ્ધિ થાય છે. દુઃખમાત્ર પાપકર્મનું ફળ છે,અ ને તે આવી પડે ત્યારે એને દૂર કરવા પ્રયત્ન કરવો તે જ આજનું દુઃખ માત્ર ભવિષ્ય પર ઠેલવા જેવું છે. એ ફળોને કદી પણ ભોગવ્યા વિના છુટકો થતો નથી.


વેઠેલા ઉપસર્ગો
અને પરિષહો

૪. આ કારણથી આ બાર વર્ષ એમણે એવા પ્રદેશોમાં ફરી ફરીને ગાળ્યાં કે જ્યાં એમને અધિકમાં અધિક કષ્ટ પ્રાપ્ત થાય. જ્યામ્ના લોકો ક્રૂર, આતિથ્યહીન, સંતદ્રાહી, દીનને ત્રાસ દેનારા, નિષ્કારણ પરપીડનમાં આનંદ માનનારા હોય ત્યાં એ જાણી જાણીને જતા. એવા લોકો એમને મારતા, ભૂખ્યા રાખતા, એમની ઉપર કુતરાં છોડતા, રસ્તામાં અઘટિત મશ્કરી કરતા, એમની સાધનામાં વિધ્ન નાંખતા. કેટલીક જગ્યાએ એમને ટાઢ, તડકો, વંટોળીયા, વરસાદ વગેરે નૈસર્ગિક વિટંબણાઓ તથા સર્પ,વાઘ વગેરે હિંસ્ત્ર પ્રાણીઓ તરફથી પણ


૮૨