પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધના


માંથી જતાં એમનું બાકી રહેલું અરધું વસ્ત્ર કાંટામાં ભરાઇ ગયું. જે છુટી ગયું તે ઉપયોગી નહિ જ હોય એમ માની લઇ મહાવીર ત્યાંથી આગળ ચાલતા થયા. પેલા બ્રાહ્મણે આ કટકો ઉપાડી લીધો.

મહાવીર આ દિવસથી પોતાના અંતકાળ સુધી દિગમ્બરx દશામાં વિચર્યા.


લાટમાં:
વિચરણ

૭. મહાવીરને સૌથી વધારે કનડગત અને ક્રૂર વર્તન લાટ* નામના પ્રદેશમાં મળ્યાં હતાં એમ કહેવાય છે. ત્યાંના લોકો અત્યંત આસુરી છે એમ જાણીને જ મહાવીર ત્યાં ઘણો વખત ફર્યા હતા.xઅત્યાર સુધી મહાવીર શ્વેતામ્બર હતા, હવે દિગમ્બર થયા. આને લીધે જ જૈનોમાં ઉપાસનાના આવા બે ભેદો પડી ગયા છે. જે વસ્ત્ર સહિત મહાવીરની ઉપાસના કરે છે તે શ્વેતાંબર, જે નિર્વસ્ત્ર ઉપાસના કરે છે તે દિગમ્બર. દિગમ્બર જૈન સાધુઓ હવે ક્વચિત જ હોય છે.

'*લાટ તો ગુજરાતનું નામ છે અને તેથી કેટલાક એને ગુજરાત માને છે; પણ એક સ્નેહી કહે છે કે એ નામનો આસામનો તાલુકો છે. મગધ અને લાટ વચ્ચે મહાવીર એટલા જલદી ફરતા કે લાટ એટલે ગુજરાત સંભવતો નથી.
૮૫