પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાવીર


(૧૦) નિઃસ્પૃહતા એ જ અપરિગ્રહ છે. આ દશ ધર્મોના સેવનથી આપોઆપ ભય, રાગ અને દ્વેષ નાશ પામે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.


સ્વાભાવિક
ઉન્નતિપન્થ

૩. શાન્ત, દાન્ત, વ્રત નિયમમાં સાવધાન અને વિશ્વવત્સલ મોક્ષાર્થી મનુષ્ય નિષ્કપટ પણે જે જે ક્રિયા કરે છે તેથી ગુણની વૃદ્ધિ થાય છે. જે પુરુષની શ્રદ્ધા પવિત્ર છે તેને શુભ અને અશુભ બન્ને વસ્તુઓ શુભ વિચારને લીધે શુભ રૂપે જ ફળ આપે છે.


अहिंसा
परमो धर्म

. હે મુનિ,* જન્મનાં અને જરાનાં દુઃખ જો. તને જેમ સુખ પ્રિય છે તેમ સર્વે જીવોને સુખ પ્રિય છે એમ વિચારી, કોઈ પણ જીવને મારીશ નહિ અને બીજા પાસે મરાવીશ નહિ. લોકોનાં દુઃખોને જાણનાર સર્વે જ્ઞાની પુરુષોએ મુનિઓને, ગૃહસ્થોને, રાગીઓને, ત્યાગીઓને, ભોગીઓને અને યોગીઓને આવો પવિત્ર અને શાશ્વત ધર્મ કહ્યો છે કે 'કોઇ પણ જીવને હણવો નહિ, તેના પર હકુમત ચલાવવી નહિ, તેને કબજે કરવો નહિ'*મુનિ એટલે વિચારશીલ પુરુષ

૯૦