પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ


અને તેને હેરાન કરવો નહિ' પરાક્રમી પુરુષ સંકટો પડતાં પણ દયા છોડતો નથી.

દારુણત્તમ યુદ્ધ

. હે મુનિ, અંદરજ યુદ્ધ કર, બીજાં બહારનાં યુદ્ધની શી જરૂર છે? યુદ્ધની આવી સામગ્રી મળવી ઘણી મુશ્કેલ છે.



વિવેક એ જ
ખરો સાથી

. વિવેક હોય તો ગામમાં રહેતાં પણ ધર્મ છે અને જંગલમાં રહેતાં પણ ધર્મ છે; વિવેક ન હોય તો બન્ને નિવાસ અધર્મ રૂપ જ છે.



અગીયાર
ગૌતમો

. મહાવીરના ઉપદેશોનો અત્યંત ફેલાવો કરનાર અને એમની અતિશય ભક્તિભાવથી સેવા કરનાર એમના પહેલા અગીયાર શિષ્યો હતા. એ સર્વે ગૌતમગોત્રના બ્રાહ્મણો હતા. અગીયારે ભાઇઓ વિદ્વાન અને મોટા મોટા કુલોના અધિપતિઓ હતા. સર્વે તપસ્વી, નિરહંકારી અને મુમુક્ષુ હતા. વેદવિહિત કર્મકાણ્ડમાં પ્રવીણ હતા, પણ યથાર્થ જ્ઞાનથી શાન્તિને પામ્યા ન હતા. મહાવીરે એમના સંશયો કાપી નાખી એમને સાધુની દીક્ષા આપી.




૯૧